ગૌરવ:શહેરનો દિવ્યાંગ યુવક નવી સીિરયલ પુષ્પામાં ચમક્યો

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
હંસ આસ્લોટ - Divya Bhaskar
હંસ આસ્લોટ
  • ડાઉન સિન્ડ્રોમથી પીડાતા હંસના અભિનયના વખાણ

શહેરના દિવ્યાંગ યુવકે ટીવી પર શરૂ થયેલી ધારાવાહિક પુષ્પામાં પોતાની પ્રતિભા બતાવી છે. પહેલી જ વાર કેમેરાનો સામનો કરવા છતાં હંસે અદભુત અભિનય કરીને સૌને અભિભૂત કર્યા હતા. ઈલોરાપાર્કના હંસ આસ્લોટ શારીરિક રીતે 31 વર્ષના છે, પણ માનસિક રીતે 10 થી 12 વર્ષના જ છે. તે ડાઉન સિન્ડ્રોમ બીમારીથી પીડાઈ રહ્યા છે.

નાનપણથી જ તેમને ડાન્સનો શોખ હતો એટલે દર વર્ષે તે મુંબઈ ડાન્સ પ્રોગ્રામમાં જતા હતા. તે દરમિયાન ટીવી પર આવનાર પુષ્પા સીરિયલના ડાયરેક્ટરે તેમની પ્રતિભા પારખી સીરિયલમાં કાસ્ટ કર્યા હતા. હંસની બહેન ફોરમે જણાવ્યું કે, હંસેે ડાન્સની ઘણી સ્પર્ધા જીતી હતી. હંસેે દોડ, શોર્ટ ફૂટ જેવી રમતોમાં ખેલ મહાકુંભમાં પણ મેડલો જિત્યા છે. મંગળવારે જ તેનો એક એપિસોડ ટેલિકાસ્ટ થયો છે. તેના 12 થી 13 એપિસોડ આવશે.

અન્ય સમાચારો પણ છે...