શહેરના સૌથી જુના ખાસવાડી સ્મશાનનું નવીનીકરણ કરવાની કરવાના કામને સ્થાયી સમિતિએ મંજૂરી આપી છે. મહારાષ્ટ્રીયન સમાજની વિધિ માટેની જગ્યા બાબતે થયેલા વિવાદમાં ધારાસભ્ય બાળુ શુક્લ અને સંગઠનના પ્રયાસ બાદ વિધિની પૂર્ણ જગ્યા સાથેના નવીનીકરણનું આયોજન થયું છે.
બે કંપનીઓના સીએસઆર ફંડમાંથી 15.28 કરોડના ખર્ચે મોક્ષધામ તૈયાર કરાશે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ખાસવાડી સ્મશાનનું નવીનકરણ કરવામાં આવનાર છે. અગાઉ મહારાષ્ટ્રીયન સમાજની 10 પિંડની વિધિની જગ્યા ઓછી કરવામાં આવી હોવાથી મહારાષ્ટ્રીયન સમાજે વિરોધ દર્શાવ્યો હતો.
ત્યારબાદ મલ્હાર મ્હાળસાકાંત મરાઠા મંગલ કાર્યાલય અને સયાજીનગરી મહારાષ્ટ્રીયન સ્વંભુ જાગૃત સંગઠનના કર્તાહર્તા અને માજી મેયર રણજીત ચવ્હાણ, પ્રકાશ સોનવણે, લાલસીંગરાવ મૂળે, સંજય સૂર્વે તેમજ અમર ઢોમસે, વકીલ દિનેશ શિંદે સહીત મહારાષ્ટ્રીયન સમાજનાં આગેવાનોનાં પ્રયાસોથી સ્મશાનગૃહનાં રીનોવેશનનાં પ્રોજેક્ટમાં મહારાષ્ટ્રીયન સમાજની માગણી સંતોષાઇ છે. તદુપરાંત સાસંદ રંજનબેન ભટ્ટના પ્રયાસથી પગલે 15.28 કરોડના ખર્ચે સમગ્ર પ્રોજેકટ તૈયાર થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.