વડોદરા હાઇ પ્રોફાઇલ દુષ્કર્મ કેસ:અશોક જૈનના 8 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો

વડોદરા2 મહિનો પહેલા
અશોક જૈનને રિમાન્ડ વખતે તે જ્યાં જ્યાં ગયો હતો ત્યાં લઈ જવાયો હતો.
  • અશોક જૈન પૂના, લોનાવાલા અને ગોવા ગયો હોવાની વિગતો તપાસમાં ખૂલતાં તેને સાથે રાખી તપાસ કરાઈ

શહેરના ચકચારી હાઇપ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા આરોપી અશોક જૈનના આજે 8 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં, ક્રાઇમ બ્રાચ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીને જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.પોલીસે આરોપી અશોક જૈનના 8 દિવસના રિમાન્ડ મેળવી ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી હતી. રિમાન્ડ દરમિયાન અશોક જૈન પૂના, લોનાવાલા અને ગોવા ગયો હોવાની વિગતો તપાસમાં ખૂલતાં તેને સાથે રાખી તપાસ કરવામાં આવી હતી.

અશોક જૈનને સાથે રાખી તપાસ
નોધનિય છે કે, આરોપી અશોક જૈન પૂનામાં પેઇંગ ગેસ્ટ તરીકે રોકાયો હોવાનું ખૂલ્યુ હતું. પોલીસે તે જે મકાનમાં રહેતો હતો ત્યાં પણ તપાસ કરી હતી.પીઆઇ વી.આર. ખેરે જણાવ્યું હતું કે, અશોક જૈન મુંબઇ એરપોર્ટ પર ઉતર્યા બાદ તે ટેક્સી કરીને પૂના ગયો હતો. પૂનામાં તે હોટલમાં રોકાયો ન હતો, પરંતુ પેઇંગ ગેસ્ટ તરીકે રોકાયો હતો અને તે બિઝનેસના કામથી પૂના આવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસની ટીમ આજે મકાન માલિકનું નિવેદન લીધું હતું. તપાસમાં અશોક જૈન લોનાવાલા અને ગોવા પણ ગયો હોવાના કારણે પોલીસની ટીમે ત્યાં પણ તપાસ કરી હતી.

પોલીસે સુરક્ષા બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો.
પોલીસે સુરક્ષા બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો.

કોર્ટે જેલમાં મોકલી આપ્યો
અશોક જૈન મુંબઇથી જે ટેક્સી મારફતે પૂના ગયો હતો તેની પણ તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત તપાસમાં કોઇને શંકા ન જાય તે માટે અશોક જૈન હોટલમાં રોકાયો ન હતો અને પૂનામાં પેઇંગ ગેસ્ટ તરીકે રોકાયો હતો. અશોક જૈન ગોવા અને લોનાવાલામાં જ્યાં જ્યાં રોકાયો છે ત્યાં તપાસ કરી હતી. અને પુરાવા એકત્રિત કર્યા હતા.દરમિયાન આજે આરોપીના 8 દિવસના રિમાન્ડ પૂરા થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.