મહિલા સશક્તિકરણ કાર્યક્રમ:અભયમ અને બરોડા ડેરીના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં કાઉન્સેલરે મહિલાઓને માર્ગદર્શન આપ્યું

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
અભયમ 181 મહિલા હેલ્પ લાઇન વડોદરા અને બરોડા ડેરીના સહયોગથી મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો. - Divya Bhaskar
અભયમ 181 મહિલા હેલ્પ લાઇન વડોદરા અને બરોડા ડેરીના સહયોગથી મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો.
  • અભયમની કામગીરી વિશે મહિલાઓને માહિતગાર કરાઈ

બરોડા ડેરીના મહિલા કર્મચારીઓને કાયદાકીય અને મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે હેતુથી અભયમ 181 મહિલા હેલ્પ લાઇન વડોદરા અને બરોડા ડેરીના સહયોગથી મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહિલા કર્મચારીઓએ ભાગ લીધો હતો.

અભયમ કાઉન્સેલર નયનાબેન વસાવાએ અભયમ 181 મહિલા હેલ્પ લાઇન વિષે માર્ગદર્શન આપતાં જણાવ્યુ હતું કે, 181 મહિલા હેલ્પ લાઇન ગુજરાત સરકારની મહિલાઓને આપત્તિના સમયે મદદ, માર્ગદર્શન અને બચાવ કરતી અભિનવ હેલ્પ લાઇન છે, જે વિનામૂલ્યે 24 કલાક પીડિત મહિલાઓની સેવામાં કાર્યરત છે. મહિલાઓ પર થતી શારીરિક, માનસિક કે જાતિય સતામણી અને ઘરેલું હિંસા સહિતના કિસ્સાઓમાં સ્થળ પર પહોચી મદદરૂપ બને છે. મહિલાઓને કામના સ્થળે થતી જાતિય સતમણી, બિન જરૂરી કોલ-મેસેજથી પજવણી, લગ્નેતર સંબંધો, પારીવારીક વિખવાદો, આત્મહત્યાના વિચારો અને અન્ય ગંભીર પ્રકારના કિસ્સાઓ છેડતી, બળાત્કાર, રોડ રોમિયો દ્વારા પરેશાની વગેરે કિસ્સાઓમાં આજે ગુજરાતની મહિલાઓ અભયમની સેવાનો દિન પ્રતિદિન લાભ મેળવતી થયેલા છે. બાળ લગ્ન, બાળજન્મ અને પરિવારિક વિખવાદોમાં અસરકારક કાઉન્સિલગ દ્વારા સમાધાન કરાવ્યા છે.

અભયમની કામગીરી વિશે મહિલાઓને માહિતગાર કરાઈ હતી.
અભયમની કામગીરી વિશે મહિલાઓને માહિતગાર કરાઈ હતી.

આ કાર્યક્રમમાં બરોડા ડેરીના એમ.ડી. અજય જોષી હાજરીમાં મહિલાઓને હેલ્પ લાઇનનો મુશ્કેલીના સમયે ઉપયોગ કરવા અનુરોધ કરેલ અને સરકારની આ હેલ્પલાઇન મહિલા ઓ માટે આશિર્વાદરૂપ બની રહી છે. સાથે સાથે વ્યક્તિગત અને જાહેર સ્વચ્છતા, આરોગ્ય કાળજીમાં મહિલાઓની કામગીરી બિરદાવી હતી. આ કાર્યક્રમમાં મેહુલ પટેલ ઓફિસર વહીવટ, ઘનશ્યામસિંહ ચૌહાણ મેનેજર પી એન્ડ એ ખાસ ઉપસ્થિત રહીને મહિલાઓને પ્રોતસાહિત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...