તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:દત્તક સિવાયના પ્લોટમાં અર્બન ફોરેસ્ટનો ખર્ચ પાલિકા ભોગવશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાર્ડન વિભાગ તરફથી 75 પ્લોટ્સની યાદી તૈયાર કરાઇ
  • આરોગ્ય, નક્ષત્ર, નંદનવન જેવી થીમ આધારિત વન વિકસાવાશે

ગ્રીન બેલ્ટ તેમજ ઓપન સ્પેસ હેઠળના 75 પ્લોટ પૈકીના દતક આપ્યા બાદ બાકી રહેલા પ્લોટમાં વિવિધ થીમ આધારિત હર્બલ ફોરેસ્ટ તરીકે વિકસાવવાનો તમામ ખર્ચ પાલિકા ભોગવશે અને તેના માટે સ્થાયી સમિતિએ મંજુરી પણ આપી છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં ગ્રીન બેલ્ટ તરીકે વિકસાવવા માટે ભૂતકાળમાં 46 પ્લોટ આપવામાં આવ્યા હતા પરંતુ તેમાં કેટલાક પ્લોટમાં હજુ પણ છોડ પણ વાવવામાં આવ્યા નથી તેવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો.

જોકે મેયરે બોલાવેલી બેઠકમાં હવે પછી આવા પ્લોટમાં કોઈપણ જાતનું કાયમી બાંધકામ નહીં થાય અને કોમર્શિયલ પ્રવૃત્તિ પર પણ બ્રેક મારવી તેઓ સ્પષ્ટ સંકેત આપી દેવામાં આવ્યો હતો. પાલિકાના ગાર્ડન વિભાગ તરફથી 75 પ્લોટ ની યાદી તૈયાર કરવામાં આવી છે અને તેને દત્તક આપવા માટે કવાયત પણ શરૂ કરવામાં આવી છે.

એટલું જ નહીં જે પ્લોટને કોઈ દત્તક ન લીધા હોય તો તેવા પ્લોટમાં આરોગ્ય વન, નક્ષત્ર વન, નંદનવન જેવા થીમ આધારિત અર્બન ફોરેસ્ટ વિકસાવવામાં આવશે અને તેના માટે પ્લાન્ટેશન, ફેન્સીંગ, પાણીનું જોડાણ, જરૂરી મેનપાવર લેવા માટેનો ખર્ચો કરવાની ભલામણ કરતી પુરવણી દરખાસ્ત સ્થાયી સમિતિની બેઠકમાં રજૂ કરવામાં આવતા તેને મંજૂરીની મહોર મારવામાં આવી હતી.

દરમિયાન પાલિકાએ ભૂતકાળમાં જે 46 પ્લોટ ગ્રીન બેલ્ટ માટે આપ્યા હતા તેની સ્થળ સ્થિતિની સમીક્ષા શરૂ કરવામાં આવી છે.આ પ્લોટનો વહીવટ કરતા સંસ્થાના વહીવટકર્તાઓને જે તે હેતુ માટે ઉપયોગ થઈ રહ્યો છે કે કેમ તેની જાણકારી આપવા માટે પણ સૂચના જારી કરવામાં આવી છે. પાલિકા 75 પ્લોટ વૃક્ષારોપણ તેમજ ગાર્ડન તરીકે વિકસે તે માટે દત્તક લેનાર સંસ્થાઓ સાથે એમઓયુ કરશે.

અન્ય સમાચારો પણ છે...