તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બેકાબૂ:મ્યુકોરમાઇકોસિસમાં રોજના 20 હજારનાં ઇન્જેક્શનનો ખર્ચ

વડોદરા9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફૂગથી થતા રોગની કોરોનાથી લાંબી અને મોંઘી સારવાર
  • દર્દીને સ્વસ્થ થતાં 15થી 45 દિવસનો સમય લાગી શકે

મ્યુકોરમાઇકોસિસથી રાજપીપળાની વૃદ્ધાના મોતથી આ રોગ ચર્ચાનો વિષય બન્યો છે. તેની સારવાર પણ ઘણા કિસ્સામાં પડકારજનક બને છે. કારણ દર્દીની હાલત 3-4 દિવસમાં પણ કથળી જાય છે. કેટલાક કિસ્સામાં તેની સારવાર અતિશય મોંઘી થઇ જાય છે. જેમાં રોજ 20 હજારનાં ઇન્જેક્શન આપવા પડે છે. આ સારવાર 14 દિવસથી લઈ 45 દિવસ સુધી પણ ચાલી શકે છે.

તબીબોના જણાવ્યા મુજબ પ્રાથમિક લક્ષણો સાથે શરૂઆતના તબક્કામાં રોગનું નિદાન થઇ જાય તો 270થી 300 સુધીનાં સાદા એમફોર્ટેરિસિન-બી નામના ઇન્જેકશન અપાય છે. દર્દીને અન્ય રોગ ન હોય તો તેની હાલત 15 દિવસથી એક-દોઢ મહિનામાં સુધરી શકે છે. ઇન્જેક્શનની આડઅસર એ છે કે, કિડનીને કામચલાઉ નુકસાન પહોંચાડે છે અને પોટેશિયમ ઘટી શકે છે. ચેપ તજ્જ્ઞ ડો. હિતેન કારેલિયા કહે છે કે, ‘દર્દીને ડાયાબિટીસ હોય કે કિડની પર અસર થાય ત્યારે મોંઘાં ઇન્જેકશન અને દવા આપવા પડે છે. જેમાં લાયપોસોમલ M ફોર્ટેસિરિન B ઇન્જેક્શનો આપવાના હોય છે. આ એક ઇન્જેક્શનની કિંમત 4000થી 7000ની હોય છે અને દર્દીના વજન મુજબ રોજના 3થી 5 આપવા પડે છે. જેને લીધે રોજનો ખર્ચ 25 હજાર જેટલો થઇ જાય છે.’

સિટી સ્કેન પણ વારંવાર કરાવવા પડે છે
મ્યુકોરમાઇકોસિસની સારવાર 2થી 6 અઠવાડિયાં સુધી પણ ચાલી શકે છે. દર્દીને એક કે એક કરતાં વધુ સર્જરીની પણ જરૂર પડી શકે છે. ચેપની સ્થિતિ કેવી છે તે જાણવા વારંવાર સિટી સ્કેનની પણ જરૂરિયાત ઊભી થતી હોય છે.

105 એમએલની સિરપના રૂપિયા 22,000
મ્યુકોરમાઇકોસિસમાં ઇન્જેક્શન ઉપરાંત એક વિકલ્પ સિરપ અને બીજો ટેબ્લેટનો પણ છે. અતિશય હાલત કથળે તો બંને વિકલ્પ સાથે અજમાવવા પડે છે. તેની 105 એમએલની પોસાકોનાઝોલ સિરપ 17 હજારથી 22,000 સુધીની હોય છે. જ્યારે એક ટેબ્લેટના 1000 હોય છે. ટેબ્લેટ રોજની 3થી 6 આપવાની હોય છે. સિરપ 4 એમએલ દિવસમાં 5વાર લેવાની હોય છે.

અન્ય સમાચારો પણ છે...