વાકયુદ્ધ:કોર્પોરેટરનો ટોણો, તમે ફૂટેલા છો અધિકારીએ કહ્યું,એ ધંધો નથી કરતા

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર્કેટ પાછળ દબાણો દૂર કરવા મુદ્દે તૂ તૂ મૈં મૈં
  • ચડભડ બાદ આખરે ફ્રૂટ બજારમાંથી દબાણો દૂર કરાયાં

ખંડેરાવ માર્કેટ પાછળ ફ્રૂટના વેપારી ના દબાણો દૂર કરવા ગયેલી પાલિકાની અધિકારીઓ સાથે સ્થાનિક કાઉન્સિલરની તૂ તૂ મૈ મૈ થઇ હતી. વોર્ડ નંબર 13 ના કાઉન્સિલર જાગૃતિ કાકાએ આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે તમે અાગલા દિવસે વેપારીઓને કહી દો છો કે અમે આવવાના છો તમારો આ જ ધંધો છો જેના પગલે રોષે ભરાયેલા અધિકારી સુરેશ તુવેરે જણાવ્યું હતું કે અવળા ધંધા કરવા અમે નથી આવતા અમે ફરજ બજાવવા માટે આવીએ છીએ.

ઉત્તર ઝોનના એએમસી સુરેશ તુવેર ગરૂવારે દબાણ શાખાની ટીમ સાથે ખંડેરાવ માર્કેટ પાછળ ફ્રૂટના વેપારીના દબાણો દૂર કરવા ગયા હતા. દબાણ શાખાની ટીમ જયાં ફ્રૂટના દબાણો છે તે જગ્યાએ જવાની જગ્યાએ અન્ય ગલીમાં જતા રહ્યા હતા જેના પગલે સ્થાનીક કાઉન્સિલર સાથે ઉગ્ર બોલાચાલી થઇ હતી. કાઉન્સિલરે આક્ષેપો કર્યા હતા કે ત્રણ દિવસથી ફરિયાદ કરવા છતાં કામગીરી કરાતી નથી. ચડભડ બાદ આખરેં દબાણો હટાવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...