વડોદરા મેયરનું સૂચન:કોર્પોરેટર 75 કન્યાના ખાતા ખોલાવીને પ્રથમ હપ્તો ભરે

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોર્પોરેટરોમાં કચવાટ, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં અન્ય હપ્તા પરિવાર ભરશે

કોર્પોરેટરોને એક વર્ષ પૂર્ણ થતાં ગરીબ કન્યાઓને સુકન્યા સમૃદ્વિ યોજનામાં ખાતું ખોલાવવા માટે મેયરનો સંગઠનની બેઠકમાં પ્રસ્તાવ મૂકયો હતો. એક કોર્પોરેટર 75 કન્યાઓના એકાઉન્ટ ખોલાવશે દરેક કન્યા દિઠ 250 રૂપિયા ભરશે. જોકે જે કોર્પોરેટર સક્ષમ નથી તેવા કોર્પોરેટરોમાં કચવાટ જોવા મળ્યો હતો.

મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરોને એક વર્ષ પૂરું થતાં દરેક કોર્પોરેટર તેમના વિસ્તારની 75 ગરીબ યુવતીને સુકન્યા સમૃદ્ધિ યોજના નો લાભ આપે તે અંગે ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત પહેલો હપ્તો જે તે કોર્પોરેટર ભરે અને તે પછીના હતા તેના પરિવારજનો ભરે તેવું નક્કી થયું હતું. એક કોર્પોરેટરને સુકન્યા સમૃદ્ધિ યોજના નો પ્રથમ હપ્તો રૂપિયા અઢીસો પ્રમાણે ભરપાઇ કરે તો 75 સુકન્યા માટેની રકમ રૂપિયા 18,750 ભરપાઈ કરવાના થશે.

આ યોજનાના અમલ માટે મેયર દરેકને કામગીરી કરવા જણાવ્યું હતું પરંતુ આવી યોજનાને કારણે જે કોર્પોરેટરો સક્ષમ નથી એવા કોર્પોરેટરો માં છૂપો રોષ વ્યાપ્યો છે. મેયર કેયુર રોકડિયાનો સોમવારે પોતાના જન્મ દિને 200 જેટલી બાળાઓના સુકન્યા સમૃધ્ધિ યોજના અંતર્ગત ખાતા ખોલાવી 50 હજાર જેટલી રકમ ભરી હતી.

ટુર્નામેન્ટનું નામ મેયર કપ રાખો, ખર્ચો હું ભોગવીશ
આઝાદી કા અમૃત મહોત્સવને ધ્યાનમાં રાખી ભાજપ સંગઠન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે.જેમાં 23 ટીમો ભાગ લેશે. જેનો ખર્ચ સંગઠન દ્વારા કરવાનો હતો પરંતુ બેઠકમાં મેયરે જાહેરાત કરી હતી કે ટુર્નામેન્ટનો તમામ ખર્ચ હું ઉપાડી લઈશ, જે ટ્રોફી આપવામાં આવે તેનું નામ મેયર કપ આપવામાં આવે. જે કોર્પોરેટરોમાં અને સંગઠનમાં ચર્ચાનો વિષય બન્યો હતો

અન્ય સમાચારો પણ છે...