નિર્ણય:પાલિકા IOCનું 31 લાખનું વ્યાજ માફ કરશે, અન્યની મુદત વધારી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય લોકો વેરો ભરવામાં નિષ્ફળ જાય તો 18% વ્યાજ વસૂલાય છે
  • જાહેર હરાજીમાં પ્લોટ લીધા બાદ સમયસર નાણાં ચૂકવ્યાં નહતાં

પાલિકા દ્વારા યોજાયેલી હરાજીમાં પ્લોટ્સ ખરીદનારા પૈકી આઈઓસી નું 31 લાખનું બાકી વ્યાજ માફ કરવા સ્થાયીએ નિર્ણય કર્યો હતો.સામાન્ય કરદાતા નિયત સમયમાં કરવેરા ચૂકવવામાં નિષ્ફળ જાય તો 18 ટકા વ્યાજ સાથે મુદ્દલ ચૂકવવી પડે છે. પાલિકાએ વર્ષ 2019 અને 20-21માં પ્લોટની હરાજી યોજાઇ હતી અને તેમાં અવેજ અને વ્યાજની રકમ ભરપાઇ ન કરનારી સંસ્થાઓએ મુદતમાં વધારો કરવાની માગ કરી હતી. જેમાં વિવાન બિલ્ડ ડિઝાઇન પ્રા.લિ. દ્વારા 5.41 કરોડનનો પ્લોટ મેળવ્યો હતો.

તેના પર 50 લાખનુંં વ્યાજ અને મુદ્દલ 2 કરોડની બાકી હોવાથી 13 મહિનાનો સમય આપવાની માગ મંજૂરી કરાઈ હતી. તેવી જ રીતે IOC દ્વારા ટીપી 22ના એફપી 107નો પ્લોટ 11.15 કરોડ અને સમામાં 11.85 કરોડના એમ 2 પ્લોટ લીધા હતા. જેની કિંમત ચૂકવાઇ ન હોવાથી 31.12 લાખની વસૂલાત કરવા નોટિસ આપી હતી.કંપનીએ 7 મહિનાની મુદત માગી હતી. જોકે સ્થાયીએ વ્યાજમાંથી મુક્તિ આપવા નિર્ણય લીધો હતો. બીજી તરફ એસપી ઇન્ફ્રાએ હરણીમાં 28.37 કરોડના પ્લોટ નવેમ્બર 2020માં લીધા હતા. તેના પર 63 લાખ વ્યાજ અને 14 કરોડ બાકી છે. તેના કારણે 7 મહિનાનો વધારો કરવા માગ મૂકાતા ગ્રાહ્ય રાખવા સ્થાયીએ ઠરાવ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...