વહેલું ચૂકવણું:પાલિકા એડવાન્સ પગાર, બોનસના 48 કરોડ ચૂકવશે, 28મીએ નાણાં જમા થઇ જશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પેન્શનની રકમ પણ વહેલી આપી દેવા કવાયત

દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા ચાલુ મહિનાનો પગાર અને પેન્શન એડવાન્સમાં કર્મચારીઓના બેંક એકાઉન્ટમાં 28મીના રોજ જમા કરાવે તેવી શક્યતા છે. દીવાળી પૂર્વે કર્મચારીઓ અને પેન્શનરોને રાહત થાય તે માટે તેમના પગાર બીલ અને પેન્શન બિલ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત 45 કરોડ રૂપિયા નું ચુકવણું 28 ઓક્ટોબરે જે તે બેન્ક ખાતામાં જમા કરાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.ચોથા વર્ગના કર્મચારીઓનું ત્રણ કરોડ રૂપિયાનું બોનસ પણ પગારની સાથે જ કરી દેવાશે.

બરોડા ડેરીએ 3.80 કરોડ બોનસ ચૂકવ્યું
દિવાળી નજીક આવતા બરોડા ડેરી દ્વારા પોતાના 1001 કર્મચારીઓ માટે 3.80 કરોડનું બોનસનું ચુકવણું કર્યું છે. ડેરીના પ્રત્યેક કર્મચારીને 20 ટકા બોનસ અને એક્સ ગ્રેસીયા મળીને રૂા.37 હજાર દિવાળી નિમિત્તે ચુકવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...