રાજ્ય સરકારે 70 મીટર ઉંચાઇ ધરાવતી રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બિલ્ડિંગો બાંધવા માટેની પરવાનગી આપતા હવે વડોદરા શહેરમાં બહુમાળી ઇમારતોનું નિર્માણ થશે. ત્યારે આગ અને અકસ્માતને પહોંચી વળવા માટે પાલિકાએ 81 મીટરની હાઇડ્રોલિક સ્નોર સ્કેલની ખરીદી કરવાનું નક્કી કર્યું છે. રૂા. 23 કરોડના ખર્ચે ફિનલેન્ડથી સ્નોર સ્કેલ મંગાવાશે.
હાલમાં પાલિકા પાસે 70 મીટર ઊંચાઈએ ફાયર ફાઈટિંગ કરી શકે એવું કોઈ સાધન નથી. હાલમાં પાલિકા પાસે 45 મીટર અને 30 મીટર ઊંચાઈ સુધી જઈ પર ફાયર ફાઇટિંગ કરી શકે તેવી સ્નોર સ્કેલ કાર્યરત છે. પરંતુ 70 મીટરની ઈમારત પર ફાયર ફાઈટિંગની જરૂર પડે તો તેના માટે વધુ ઊંચાઇ સુધી પહોંચી શકે તેવી 81 મીટરની હાઇડ્રોલિક સ્નોરકેલ 23 કરોડના ખરીદાશે આ અંગેની દરખાસ્ત સ્થાયીમાં રજૂ કરાઇ છે. આ ખર્ચ વુડા અને પાલિકા અડધો અડધો ઉઠાવશે.
મેન્યુફેક્ચરરને યુરો કરન્સીમાં ચૂકવણું કરાશે, ટ્રેનિંગ માટે ટીમ ફીનલેન્ડ જશે
પાલિકા આ મશીનના ફીનલેન્ડના પ્રિન્સિપલ મેન્યુફેક્ચરરને યુરો કરન્સીમાં EURO 19,69,015ના લેટર ઓફ ક્રેડિટથી ચુકવણું કરશે. સ્નોર સ્કેલનું ાોપરેટિંગ શીખવા માટે ફાયર બ્રિગેડના અધિકારીઓ ફીનલેન્ડ જશે.જયાં તેમને તાલીમ અપાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.