તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંજૂરી:પાલિકાએ સવા વર્ષમાં કર્મચારીઓની સારવાર-દવા પાછળ 25 કરોડ ચૂકવ્યા!

વડોદરા19 દિવસ પહેલાલેખક: નિશાંત દવે
  • કૉપી લિંક
  • ગત વર્ષે 8 કરોડની જોગવાઇની સામે 10.80 કરોડનાં બિલ આવતાં બજેટમાં વધારો કરવો પડ્યો
  • વર્ષ 2020-21માં પ્રથમ લહેર વેળા અન્ય બીમારી કરતાં કોરોનાની સારવારનાં બિલ વધુ આવ્યાં

કોરોનાનો કહેર માંડ ઓછો થયો છે પણ સવા વર્ષમાં પાલિકાને કર્મી અને પેન્શનરોને ખાનગી હોસ્પિટલની સારવારનાં બિલ અને દવા પેટે 25 કરોડ ચૂકવવા પડ્યા છે. એટલું નહીં વર્ષ 2020-21માં પાલિકાની માન્ય ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે બજેટમાં કરાયેલી 8 કરોડની જોગવાઈ સામે 10.80 કરોડનાં બિલો આવતા 2 કરોડ એડવાન્સ લેવા પડ્યા હતા.

પાલિકામાં 10 હજાર કર્મી છે અને 5 હજારથી વધુ પેન્શનરો છે. પાલિકામાં મેડિકલ કાર્ડ ધરાવતા હોય તેવા કર્મચારી અને તેમના આશ્રિતોના ખાનગી હોસ્પિટલો અને દવાના બિલ પાલિકા ભોગવતી હોય છે. જેના માટે બજેટમાં જોગવાઇ કરાતી હોય છે અને તે મુજબ 2020-21માં 8 કરોડ મૂકાયા હતા, જે અગાઉના વર્ષમાં 6.50 કરોડ હતા. કોરોનાની શરૂઆત થઇ તે પૂર્વે જેટલી બજેટ જોગવાઇ કરાતી હતી તેટલો ખર્ચો થતો હતો.

વર્ષ 2019 -20માં કર્મચારીઓ અને પેન્શનરોને મેડિકલ બિલ માટે 7.50 કરોડની તો સારવાર માટે 6.50 કરોડની બજેટમાં જોગવાઈ કરાઈ હતી અને તેટલો ખર્ચો પડ્યો હતો. જ્યારે 2020-21માં કોરોનાની પ્રથમ લહેરમાં ખાનગી હોસ્પિટલોનાં બિલ વધ્યાં હતાં અને અન્ય સારવાર કરતા કોરોનાની સારવારના બિલ પણ આવ્યા હતા. જેમાં 8 કરોડ રૂપિયાના ખર્ચની સામે 10.80 કરોડના બિલો આવ્યા હતા અને બજેટના રિવાઈઝડ કરી 12 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. તેવી જ રીતે, વર્ષ 2021-22ના પ્રથમ 3 મહિનામાં પણ સાડા આઠ કરોડ રૂપિયાના બજેટ જોગવાઇ સામે દોઢ કરોડ રૂપિયાના બિલો મુકવામાં આવતા તેને મંજૂરી આપવામાં આવી છે.

આ સિવાય કર્મચારીઓ પેન્શનર મેડિકલ બિલમાં પણ ગત નાણાકીય વર્ષમાં 9 કરોડ રૂપિયાની બજેટ જોગવાઇ સામે કેટલો ખર્ચો થયો હતો અને નવા નાણાકીય વર્ષમાં પણ સાડા આઠ કરોડ રૂપિયાના બજેટ જોગવાઇ સામે 4.65 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

હા, એડવાન્સ લેવા પડ્યા હતા
ગત નાણાકીય વર્ષમાં 70 જેટલી માન્ય હોસ્પિટલમાં સારવાર લીધી હોવાના 836 જેટલા બીલો રજુ થયા હતા અને તેમાં મૂળ બજેટ 8 કરોડનું હતું અને 10થી કરોડથી વધુ ખર્ચના બિલો આવતા એડવાન્સ એટલકે તસલમાત લેવી પડી હતી અને રિવાઇઝડ બજેટમાં 12 કરોડ ની જોગવાઈ કરવી પડી હતી.” > ડો.મુકેશ વૈદ્ય, અધિક આરોગ્ય અમલદાર,પાલિકા

દવાના કેટલાં બિલ મુકાયા અને કેટલો ખર્ચ થયો હતો?

વર્ષબજેટબિલનીખર્ચ
(કરોડ રૂ.)સંખ્યા(કરોડ રૂ.)
2019 -207.581087.5
2020-21976209
2021-228.538704.65

​​​​​​​

હોસ્પિટલમાં સારવારનાં કયા વર્ષે કેટલાં બિલ ચૂકવાયાં?

વર્ષબજેટબિલનીખર્ચ
(કરોડ રૂ.)સંખ્યા(કરોડ રૂ.)
2019-206.54816.5
2020-21873610.8
2021-228.51201.5

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...