તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાપરવાહી:પાલિકાને હોર્ડિંગની એજન્સીઓ પાસેથી રૂ.40 કરોડ લેવાના બાકી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાકી વસૂલાત અંગે હાઈકોર્ટે પણ ઝાટકણી કાઢી
  • સ્થાયી સમિતિમાં વધારાની દરખાસ્ત મૂકવી પડે તેવી સ્થિતિ

પાલિકાની ડિફોલ્ટર 20 જેટલી એજન્સીઓ પાસેથી પાલિકાએ 40 કરોડ રૂપિયા લેવાના બાકી નીકળે છે પરંતુ તેના માટે દરકાર રાખવી નથી ત્યારે હાઇકોર્ટે પણ આવી વસૂલાત કરવી જોઈએ તેવી ટકોર સાથે ઝાટકણી કાઢી છે આ સંજોગોમાં સ્થાયી સમિતિમાં આ મામલે વધારાની દરખાસ્ત મૂકવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.

હોર્ડિંગ્સ, ગેંટ્રી ગેટ, યુનિ પોલ, કીયોસ્ક બોર્ડનો વ્યવસાય કરતી ડીફોલ્ટર એજન્સીઓના બાકી નાણાંની વસુલાત કરવામાં પાલિકાએ કોઈ એક તમામને લોકોના નાણાંના ભોગે બચાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે તેવી ગંભીર નોંધ ગુજરાત હાઈકોર્ટે લઇ જે ડિફોલ્ટર એજન્સી ના બાકી નાણાં હોય તે વહેલી તકે પાલિકાએ વસૂલ કરવા જોઈએ તેવી પણ સૂચના આપી છે, ત્યારે સ્થાયી સમિતિમાં ફરી એકવાર સુજલ એડવરટાઈઝર્સ ની રજૂ થયેલી દરખાસ્ત અંગે વધારાની દરખાસ્ત મંગાવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

ગેંટ્રી ગેટમાં હલકી કક્ષાની કામગીરી કરનાર એજન્સીને બ્લેક લિસ્ટ કરવાનો ઠરાવ થયો કે બાદ એજન્સી દ્વારા હાઇકોર્ટમાં સ્પેશ્યલ સિવિલ એપ્લીકેશન દાખલ કરવામાં આવી હતી .જેમાં હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં પાલિકાએ કરેલા હુકમમાં ગંભીર નોંધ લીધી છે કે એક બાજુ લોકોના પૈસા લોકોની સુવિધા માટે વપરાય છે તો બીજી બાજુ ડિફોલ્ટર એજન્સીઓના કરોડો રૂપિયા બાકી પડે છે એટલે ચૂકવતી નથી કે પાલિકા તેની વસુલાત કરતી નથી.

ગુજરાત હાઈકોર્ટે એવી ગંભીર નોંધ લીધી છે કે સ્થાયી સમિતિમાં કમિશનરે બાકી વસૂલાતનો ગંભીર વિષય રજુ કર્યો હોય તો તેની ઉપર ધ્યાન રખાયું નથી અને એવી પણ એક ધારણા ઊભી કરે છે કે કોઈ એક આ તમામ ડિફોલ્ટર એજન્સીઓનો બચાવ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. હાઈકોર્ટે એવી પણ ગંભીર નોંધ લીધી છે કે જે ડિફોલ્ટર એજન્સીના ટર્મ્સ એન્ડ કન્ડીશન્સ નક્કી થઈ છે તે પ્રમાણે નાણાં વસૂલ કરવા જોઈએ આ બાકી વસુલાત મોટી રકમ છે જે લોકોની સુવિધા માટે વપરાય છે.

આ સામે પાલિકાના વકીલે પણ હાઇકોર્ટમાં ખાતરી આપી હતી કે વહેલામાં વહેલી તકે પગલાં ભરી જલ્દીથી નાણાં ભરપાઈ થાય તેવા પ્રયત્ન કરીશું.20થી 22 ડીફોલ્ટર એડવર્ટાઈઝિંગ એજન્સીઓના રૂ. 40 કરોડ જેવી માતબર રકમની વસુલાત ઘણાં સમયથી બાકી પડે છે અને તે રકમ પાલિકા વસૂલાત કરી શકતી નથી. બીજી બાજુ ,કેટલીક એજન્સીઓ કોન્ટ્રાકટ મેળવ્યા બાદ તેમને પડેલી મુશ્કેલી પાલિકા દ્વારા દૂર નહીં કરાતાં વિવાદ સર્જાતો રહે છે અને મામલો કોર્ટ સુધી પહોંચી જાય છે. હવે હાઇકોર્ટે પાલિકાની કામગીરીની ટીકા કરી છે.જેથી વધારાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજુ કરવી પડે તેવું ચિત્ર ઉપસ્યું છે.

અન્ય સમાચારો પણ છે...