તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એડવાન્સ ટેક્સ રિબેટ સ્કીમ:પાલિકાને 13 ઓગસ્ટ સુધી વેરા પેટે 126.30 કરોડની આવક થઈ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજા શનિવારની રજા છતાં વોર્ડ ઓફિસ ચાલુ રખાઇ

પાલિકાની એડવાન્સ ટેક્સ રિબેટ સ્કીમ 15 તારીખે પૂરી થવાની હતી પરંતુ રજા હોવાથી શનિવારે આ સ્કીમની પૂર્ણાહુતિ થઇ છે અને તેમાં રૂ.126.30 કરોડ જેટલી આવક પાલિકાને મળી છે. એડવાન્સ મિલકત વેરો ભરનારને રિબેટ આપવાની યોજનાની અગાઉની સમય મર્યાદા 31 જુલાઇ સુધી હતી તેમ વધારો કરીને 15 ઓગસ્ટ સુધી લંબાવાઈ હતી. આ યોજનાનો છેલ્લો દિવસ રવિવારે છે, પરંતુ 15 ઓગસ્ટની રજા હોવાથી તા.14 ને શનિવારે બીજા શનિવારની રજા હોવા છતાં પણ પાલિકાની વોર્ડ ઓફિસો લોકો વેરો ભરી શકે તે માટે બપોરે 3 વાગ્યા સુધી ચાલુ રખાઈ હતી.

1 એપ્રિલથી આ યોજના શરૂ થઇ છે અને 13 ઓગસ્ટ સુધીમાં લોકોએ 126.30 કરોડનો ટેક્સ ભરી દીધો છે. જેમાં રહેણાક મિલકતોમાં રૂ.50.96 કરોડ અને કોમર્શિયલ મિલકતોમાં રૂ.75.34 કરોડનો વેરો ભરપાઇ થયો છે. આ યોજના શરૂઆતમાં 30 જૂન સુધી રખાઈ હતી. એ પછી તેની મુદત વધારી તા. 31 જુલાઈ અને ત્યારબાદ તારીખ 15 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...