તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વડોદરા:શ્રીજીની સ્થાપના સાથે કોરોના વોરિયરર્સનું ઇકોફ્રેન્ડલી ડેકોરેશન કરાયું

વડોદરા2 મહિનો પહેલા
તમામ વસ્તુઓ કાગળમાંથી એટલે કે, સંપૂર્ણ ઇકોફ્રેન્ડલી બનાવવામાં આવ્યું
  • માંડવીનું મોડલ અને સયાજી હોસ્પિટલનું મોડલ બનાવવામાં આવ્યું
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વોરિયરર્સ તરીકે સેવા આપનારના ફોટોગ્રાફ

શહેરમાં કોરોના કહેરમાં ગણપતિ બાપા મોરયા..મંગલ મુર્તિ મોરયા..ના જયઘોષ વચ્ચે ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. ચાંપાનેર દરવાજા પાસે એક ઘરમાં શ્રીજીની સ્થાપના સાથે કોરોના વોરિયરર્સનું ઇકોફ્રેન્ડલી ડેકોરેશન કરવામાં આવ્યું છે.

ફ્રન્ટ લાઇનના વોરિયર્સના થીમ ઉપર ડેકોરેશન
રાધિકા સોનીએ જણાવ્યું કે, પ્રતિવર્ષ હું મારા ઘરમાં જ શ્રીજીની સ્થાપના કરું છું અને નવી થીમ સાથે ઇકો ફ્રેન્ડલી ડેકોરેશન કરું છું. આ વખતે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાની મહામારી ચાલી રહી છે. કોરોનાની મહામારીમાં પોલીસ જવાનો, સફાઇ સેવકો, તબીબો, હોસ્પિટલના કર્મચારીઓ અને મિડીયા દ્વારા પોતાનો જીવ જોખમમાં મુકીને ફ્રન્ટ લાઇનના વોરીયર્સ તરીકે ફરજ બજાવી છે. ત્યારે આ ફ્રન્ટ લાઇનના વોરિયર્સના થીમ ઉપર ડેકોરેશન કરવામાં આવ્યું છે.

કોરોના વોરિયર્સ નામનો શ્રીજીનો મંડપ બનાવ્યો
વધુમાં જણાવ્યું કે, કોરોના વોરિયર્સ નામનો શ્રીજીનો મંડપ બનાવવામાં આવ્યો છે. શ્રીજીના મડંપમાં કોરોનાના લોકડાઉન દરમિયાન પોલીસ, સફાઇ સેવકો, હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા તબીબો અને કર્મચારીઓ તેમજ મડિયાએ કેવી રીતે ફરજ બજાવી હતી. તેનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. માંડવીનું મોડલ અને સયાજી હોસ્પિટલનું મોડલ બનાવવામાં આવ્યું છે. આ તમામ વસ્તુઓ કાગળમાંથી એટલે કે, સંપૂર્ણ ઇકોફ્રેન્ડલી બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત બે ગ્રાઉન્ડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વોરિયરર્સ તરીકે સેવા આપનારના ફોટોગ્રાફ રજૂ કરવામાં આવ્યા છે.

ભવ્ય ડેકોરેશન પોળોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા
ઉલ્લેખનિય છે કે, જે લોકો વર્ષોથી જ ઘરમાં શ્રીજીની સ્થાપના કરે છે. તે લોકોએ આ વર્ષે પણ પોતાના ઘરોમાં ભવ્યાતિભવ્ય ડેકોરેશન કર્યા છે અને ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી કરી રહ્યા છે. ઘરોમાં થયેલા ભવ્ય ડેકોરેશન પોળોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પોળોમાં ઘરમાં થયેલા ડેકોરેશન સોશિયલ મિડીયામાં પણ ધૂમ મચાવી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. મોટાભાગના કામ મન પ્રમાણે પૂર્ણ થતાં જશે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત સુખ અને તાજગી આપી શકે છે. પારિવારિક સુખ-સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગમાં સમય પસાર થશે. ...

વધુ વાંચો