ધર્માંતરણનો વીડિયો વાઇરલ:કાંકરિયામાં થયેલા ધર્માંતરણનો 2 વર્ષ પહેલાંનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો; વીડિયોમાં એક શખસ કહે છે, ‘તમામ મદદ કરીશું’

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

ભરૂચ જિલ્લાના કાંકરિયા ગામમાં હિન્દુ ધર્મમાંથી ગેરકાયદેસર મુસ્લિમ ધર્મમાં ધર્માંતરણ કરવાના ચકચારી બનાવમાં ગુનો દાખલ કરવામાં આવતાં બે વર્ષ પહેલાં વાઇરલ થયેલો ધર્માંતરણનો વીડિયો આજે ફરી ચર્ચામાં આવ્યો હતો. 2 વર્ષ પહેલાં કાંકરિયામાં થયેલા ધર્માંતરણનો વીડિયો વાઇરલ થતાં બારે ચરચાર મચી જવા પામી હતી.

આ વીડિયો સ્થાનિક વ્યક્તિ દ્વારા જ વાઇરલ કરવામાં આવ્યો હોવાની જે તે સમયે ચર્ચા થઇ હતી. વીડિયોમાં એક શખ્સ જે લોકોનું ધર્માંતરમ કરવામાં આવ્યું છે તેમને તમે તો અમારા ભાઇઓ છો અને અમે તમારી તમામ મદદ કરીશુ તેમ કહેતો હોવાનું જોવા મળે છે.

વિડીયોમાં આ વ્યક્તિ લંડનવાળા ભાઇઓનો પેગામ છે અને આમોદના કાકરીયામાં આવ્યો છુ તેમ કહેતા જોવા મળે છે. જે તે સમયે આ વ્યક્તિ અબ્દુલ્લા ફેફડાવાલા હોવાનું ચર્ચાયું હતું જો કે, તેને સત્તાવાર સમર્થન મળી શક્યું ન હતું. ધર્મપરિવર્તનના આ વિડીયોમાં જે લોકોનું ધર્મપરિવર્તન થયું હતું તે વ્યક્તિઓ તેમના અનુભવ વર્ણવતાં હોવાનું પણ જોવા મળ્યું હતું. જે તે સમયે આ વિડીયોના કારણે ભારે ચકચાર મચી હતી અને પોલીસે તપાસ પણ શરૂ કરી હતી. જો કે, ત્યાર બાદ તપાસની વધુ કોઇ વિગતો સપાટી પર આવી ન હતી.

ઉમર ગૌતમ-સલાઉદ્દીન સામે ચાલી રહી છે તપાસ
ચકચારી ધર્માંતરણ અને ફન્ડિંગના મામલામાં ઉમર ગૌતમ અને સલાઉદ્દીનની વડોદરા ક્રાઇમ બ્રાન્ચની એસઆઇટીએ ઊંડી તપાસ કરી હતી.દરમિયાન યુપી પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે, સલાઉદ્દીન અને ઉમર ગૌતમ વિદેશમાંથી ફંડ મેળવવાનો મુખ્ય સ્ત્રોત્ર હતા અને તેમને અમેરિકા અને બ્રિટનથી મોટાભાગે ફંડ મળ્યું હતું. તેમને અત્યાર સુધી 150 કરોડથી વધુ રકમનું ફંડ મળ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...