ભાસ્કર વિશેષ:ઓનલાઇનની સુદુવિધા; મૃત્યુ પામેલા વ્યક્તિનું વાહન તેના સંબંધીઓ ટ્રાન્સ્ફર કરાવ્યા વિના જ વેચી શકે છે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • RTOમાં ઓનલાઈન સુવિધાના સારા-નરસા : વિદેશ બેઠા લાઇસન્સ રિન્યૂ થાય છે

સરકાર દ્વારા આરટીઓની તમામ સુવિધાઓ ઓનલાઈન કરવામાં આવી છે. જેમાં કેટલીક ક્ષતિઓને પગલે અથવા વ્યક્તિને જાતે આવવાનું ના હોવાથી કેટલાકને ગેરફાયદો ઉઠાવવાની તક મળે છે. આરટીઓમાં લાયસન્સ રીન્યુ કરાવવા તેમજ વાહન વેચવા નાગરિકોએ જાતે આવું પડતું નથી. ઓનલાઇનમાં આધાર લિંક અને ઓટીપીથી આ કામ થઈ જાય છે.

ત્યારે જે વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય તેના વાહન પણ તેના પરિવારજનો વેચી શકે છે. નામ ફેર કરાવવાની જરૂર રહેતી નથી. વિદેશમાં રહેતા વ્યક્તિનું લાયસન્સ ભારતમાં રીન્યુ થઈ શકે છે. બંને સુવિધાઓમાં આરટીઓ એજન્ટો પૈસા પડાવતા હોય છે. આરટીઓના નિયમમાં આ અંગેની કોઈ સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી નથી. જો વાહન લેનાર અને વેચનારનું આધાર આરટીઓમાં લિંક હોય અને ઓટીપી આપવાથી વાહન સરળતાથી વેચી શકાય છે.

વ્યક્તિ મૃત્યુ પામે તો આ પ્રોસિજર હોય છે
વાહનને પણ આરટીઓમાં પ્રોપર્ટી તરીકે ગણવામાં આવે છે અને મૃતકના વારસદારોનું પેઢીનામુ રજૂ કરવું પડે છે. આ સાથે જેના નામે તે વાહન કરવાનું હોય તે સિવાયના અન્ય સ્વજનોની સહી પણ તેમાં કરાવવાની હોય છે. ત્યારબાદ નોમિનલ ચાર્જ ભરી જે તે વારસદારના નામે વાહન થઈ જાય છે.

પકડાય ત્યારે ગુનો દાખલ થઈ શકે છે
જેનું લાયસન્સ રીન્યુ કરાવવાનું હોય તે વિદેશમાં હોય તો પણ ઓનલાઈન સિસ્ટમમાં થઈ શકે છે. 40 વર્ષથી વધુનાએ મેડિકલ સર્ટિ આપવું પડે છે. ખોટું સર્ટી રજૂ કરે તો ગુનો દાખલ થઈ શકે છે. ઓનલાઇન સુવિધાના દુરુપયોગ બદલ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. - એ.એમ. પટેલ, આરટીઓ, વડોદરા

માલિકને જોવાનો આગ્રહ રાખીએ છીએ
વાહનના ફેર કરાવનાર કે ઓટીપીથી કામગીરી કરાવનાર પાસે અમે વાહન માલિકને જોવાનો આગ્રહ રાખીએ છીએ. આધારના ફોટા સાથે વ્યક્તિ સાથે વિડીયો કોલથી વાત કરીને તે જીવીત હોવાની ખાતરી કરીએ છીએ. - પુષ્પક પંચાલ, કન્સલ્ટન્ટ

અન્ય સમાચારો પણ છે...