બેવડી નીતી:ચાર સ્વીપર મશીનના કોન્ટ્રક્ટની દરખાસ્ત ફરીથી સ્થાયીમાં મુકાઇ

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ વિવાદ થતાં દરખાસ્ત મુલત્વી રાખી હતી
  • કામ અંગેની ફરિયાદો બાદ ફરીથી દરખાસ્ત મૂકાતા ચર્ચા

શહેરમાં પાલિકાની માલિકીના 4 રોડ સ્વીપર મશીનના ઓપરેશન અને મેન્ટેનન્સની કામગીરી માટેની આવેલી દરખાસ્તને ઓગષ્ટ મહિનામાં મુલતવી રખાયા બાદ ફરીથી એજન્ડા પર ચઢાવવામાં આવી છે. અગાઉ અનેક ફરિયાદોના કારણે મુલતવી રખાઈ હતી.

વડોદરા મહાનગર પાલિકાએ પોતાની માલિકીના 4 નંગ રોડ સ્વીપર મશીનના ઓપરેશન અને મેન્ટેનન્સના ત્રિ-વાર્ષિક ઇજારાના કામે સ્થાયી સમિતિમાં એપ્રિલ 2021થી ઇજારો 6 માસ માટે મંજુર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 6 મહિનાની મુદ્દત પૂર્ણ થતા મે. ઓમ સ્વચ્છતા કોર્પોરેશનને 30 માસ માટે ઇજારો લંબાવવામાં આવ્યો હતો. 30 મહિનાની સમય મર્યાદા એપ્રિલ 2022 માં પૂર્ણ થઇ હતી. જેમાં ટેન્ડરિંગ કરવામાં આવતા ઓમ સ્વચ્છતા કોર્પોરેશને 15.44% વધુ ભાવથી કામ કરવાની સંમતિ દર્શાવતા એક વર્ષ માટેના કામના ઈજારાની દરખાસ્ત સ્થાયી સમિતિઓ આવી હતી.

જોકે યોગ્ય કામગીરી નહીં કરતો હોવાની અનેક ફરિયાદો મળતા અગાઉ ઓગષ્ટ મહિનામાં આવેલી દરખાસ્તને મુલતવી કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ હવે ફરીથી આ સપ્તાહે સ્થાયી સમિતિના એજન્ડામાં આ દરખાસ્તને ફરીથી ચઢવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પાલિકામાં છેલ્લા ઘણા સમયથી વિવિધ પ્રકારની દરખાસ્તો મુલત્વી રાખવામાં આવ્યાં બાદ ફરી દરખાસ્તો મુકવામાં આવતી હોવાના કારણે આ બાબત પણ લોકોમાં ભારે ચર્ચાનો વિષય બની છે.

અન્ય સમાચારો પણ છે...