તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોન્સ્ટેબલ સામે ફરિયાદ:દારૂનો કેસ ન કરવા કોન્સ્ટેબલે 20 હજારની રોકડ, ફોન-વોચ પડાવ્યાં

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પોલીસ કોન્સ્ટેબલ રમેશ ગલસર. - Divya Bhaskar
પોલીસ કોન્સ્ટેબલ રમેશ ગલસર.
 • મુંબઇના કન્સલ્ટન્ટની ગાડીમાંથી દારૂની બે બોટલ મળતાં તોડપાણી
 • યુવકે પો.કમિશનરને ઇમેલથી ફરિયાદ કરતાં કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાયો

મુંબઈના યુવકની ગાડીમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો મળતા માંજલપુર પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલે કેસ ન કરવા માટે રૂ.20 હજારની લાંચ ઉપરાંત એપલ વોચ,ગુગલ પીક્સલ ફોન અને રૂ.18 હજાર રોકડા પણ ગાડીમાંથી કાઢી લીધા હતા. યુવકે પોલીસ કમિશનરને આ ઘટના અંગે ઈમેલ કરતા માંજલપુર પોલીસ સ્ટેશનમાં લાંચીયા પોલીસકર્મી વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો.મુંબઈના ભાન્ડુપ (વેસ્ટ)માં રહેતો અમીતકુમાર (ઉ.વ.42) કન્સલ્ટન્ટ તરીકે નોકરી કરે છે. અમીત 12 નવેમ્બર 2020ના રોજ બપોરે 3 વાગે પોતાની હુંડાઈ કાર લઈ મુંબઈ થી ઉદયપુર જવા નિકળ્યો હતો. જ્યારે મોડી રાતે બે વાગે અમીતે વડોદરાની હોટલમાં રોકાવાનું નક્કી કરી ગુગલ મેપમાં વડોદરા રેલ્વે સ્ટેશન પાસેનું લોકેશન સેટ કર્યું હતું.

મેપના આધારે અમીત ચાપડ ગામ થઈ આગળના રસ્તા પર જતા એક સ્કોર્પિયો ગાડી બહાર ઉભેલા પોલીસકર્મી સહિત બે વ્યક્તિઓએ ગાડી રોકાવી હતી.પોલીસકર્મીએ ગાડી ચેક કરતા અમીતની ગાડીમાંથી ઈંગ્લીશ દારૂની બે બોટલ મળી આવી હતી. અમીતને ગાડી પોલીસ સ્ટેશન લઈ લો તેમ કહી,તેની ગાડીને એક સુમસામ વિસ્તારમાં ઉભી રખાવી હતી. જ્યાં પોલીસકર્મી સાથેના બે વ્યક્તિએ અમીતની ગાડીમાં સરસામાન ચેક કર્યો હતો.પોલીસ યુનિફોર્મ પહેરેલ વ્યક્તિએ અમીતને દારૂનો કેસ કરવો પડશે તેમ જણાવ્યું હતું.

જ્યારે અમીતે કેસની પતાવટનું કહેતા પોલીસકર્મીએ રૂ.20 હજારની લાંચ માંગી હતી. અમીતે એટીએમ કાર્ડમાંથી રૂ.10 હજાર અને અન્ય રૂ.10 હજાર બીપીસીએલના પેટ્રોલ પંપના ક્રેડીટ કાર્ડમાંથી સ્વાઈપ કરાવી ઉપાડી આપ્યાં હતાં.અમીતે દારૂની બોટલો પણ પોલીસકર્મીના કહેવાથી તેને આપી દિધી હતી.​​​​​​​ અમીત ઉદેપુર પહોચીને ગાડી તપાસતા તેમાંથી રૂ.40 હજારની એપલ વોચ,રૂ.40 હજારનો ગુગલ પીક્સલ ફોન અને રૂ.18 હજાર રોકડા મળ્યા ન હતાં. અમીતે પો. કોન્સ્ટેબલ રમેશ ગલસરને ફોન કરી ગાડીમાંથી વસ્તુઓ મળી રહી ન હોવાનું જણાવતા પોલીસ કોન્સ્ટેબલે તેના માણસો આવું ન કરી શકે તેમ કહી રૂબરૂ મળવાનું જણાવ્યું હતું. જોકે પો. કોન્સ્ટેબલ મળતો ન હતો. આખરે અમીતકુમારે ઈમેલ મારફતે આ ઘટના અંગે પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી.

કોન્સ્ટેબલ રમેશ ગલસર માંજલપુર પોલીસમાં 2 વર્ષથી ફરજ બજાવે છે
બી.જી. ચેતરિયા, પીઆઈ, માંજલપુર પોલીસસ્ટેશન એ જણાવ્યુ કે, આરોપી પોલીસ કોન્સ્ટેબલ રમેશ ગલસર માંજલપુર પોલીસ સ્ટેશનમાં છેલ્લાં 2 વર્ષથી ફરજ બજાવે છે. તેની સામે આ પહેલો ગુનો દાખલ થયો છે. જ્યારે આ ફરિયાદમાં આરોપી રમેશ ગલસર સામે પ્રોહિબિશન અને ભ્રષ્ટાચાર અટકાવવાનો અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો