ધરપકડ:પસ્તીના વેપારીના અપહરણનું કાવતરું જૂના મિત્ર મોહસીન પઠાણે જ રચ્યું હતું

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં 4 આરોપીઓની ધરપકડ કરી
  • મોહસીનની પૂછપરછ કરતાં 3નાં નામ આપ્યાં, 3ને પૂછતાં કહ્યું મોહસીનનો પ્લાન હતો

ભાયલી પાસેથી બુધવારે રાતે ઈકો કારમાં આવેલા અપહરણકર્તાઓએ પસ્તીના વેપારીનું અપહરણ કરી રૂા.30 લાખની ખંડણી માંગવાના કેસમાં તાલુકા પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે. જેમાં વેપારીનો મિત્ર અને અપહરણ થયું તે સમયે હાજર મોહશીન પઠાણે જ અપહરણનું કાવતરૂ રચ્યાનું બહાર આવ્યું છે. પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે.

એલસીબીના પીએસઆઈ પી.જે.ખરસાણે જણાવ્યું કે, ભાયલીથી પસ્તીના વેપારી લોકેશ અગ્રવાલનું ભાયલી પાસેથી ઈકો કારમાં અપહરણ કરી લેવાયું છે. આ અંગે કંટ્રોલ વર્ધી મળતા જ અમારી ટીમ હાઈવે પર પેટ્રોલીંગ કરી રહી હતી. દરમિયાન રાતે 1:30 વાગ્યાની આસપાસ અમને કપુરાઈ ચોકડીથી ધનયાવી ચોકડી વચ્ચે આવેલી હોટલ લીઝેન્ડ પાસે એક ઈકો કાર ઉભેલી જોવા મળી હતી. જેથી અમે શંકાના આધારે પીછો કરતા કાર પુરઝડપે ભાગી હતી. અમારી શંકા પ્રબળ બની હતી અને અમે ઈકો કારનો પીછો કરતા તેને થોડા આગળ પહોચીને યુટર્ન મારી લીધો હતો.

જ્યારે અમે તેને તરસાલી બ્રિજ રોડ બ્લોક કરી રોકવાનો પ્રયાસ કરતા તેને પાછો યુટર્ન મારીને ભાગ્યો હતો. જોકે પોલીસની જીપ આગળ ટ્રક હોવાથી બ્લોક થઈ ગઈ હતી. દરમિયાન પોલીસની જીપ સતત પીછો કરી રહી હોવાના ડરે અપહરણકર્તાઓએ વેપારીને કપુરાઈ બ્રિજની આગળ રેલ્વે બ્રિજ પાસે ઉતારીને ભાગી ગયા હતાં.

દરમિયાન આરોપીઓએ અલગ અલગ નંબર પરથી રૂપિયા માટે વેપારીઓના સગાઓને પણ ફોન કર્યાં હતાં. બીજી તરફ વેપારીનું અપહરણ થયું ત્યારે તેનો મિત્ર મોહશીનખાન અહેમદખાન પઠાણ તેની સાથે જ હતો. તેની પૂછપરછ કરતા તેણે અપહરણકર્તાઓમાં જુનેદ અહેમદ ઉર્ફે જુન્ની અબ્દુલ રહેમાન શેખ (27,રહે-અંબર એપાર્ટમેન્ટ, ખત્રીવાડ નાકા), સઈદ ઉર્ભે ભુરો મુસ્તાક હુસેન શેખ (32,રહે-પાંજરીગર મહોલ્લો, માંડવી) અને મોહંમદ આદીલ ઉર્ફે બાપુ મોહમંદ હફીઝ સૈયદ (27,રહે-વામ્બે આવાસ યોજના, સરદાર એસ્ટેટ)ના નામ આપતા પોલીસે ત્રણેય જણની અટકાયત કરી હતી. જેમાં ત્રણેય આરોપીઓએ કબુલ્યું હતું કે, અપહરણમાં મોહશીનખાન અહેમદખાન પઠાણ (32,રહે-જયઅંબે નગર કીશનવાડી)નો પ્લાન હતો. જેથી પોલીસે મોહશીન સહિત ચારેયની ધરપકડ કરી હતી.

ઉલ્લેખનિય છે કે, અકોટા શ્રીનાથધામમાં રહેતા લોકેશ કેદારનાથ અગ્રવાલ (38) ભાયલી સ્ટેશન રોડ પર સોલારીશ-2માં કૃષ્ણા પસ્તી ભંડારની દુકાન ચલાવે છે. 1 જુનના રોજ વેપારી રાતે સાડા આઠ વાગે વેપારી પોતાના મિત્ર મોહસીનખાન એહમદખાન પઠાણની સાથે અલગ અલગ ટુ-વ્હિલર પર ઘરે જવા નિકળ્યાં હતાં.

મોહસીન ભાયલી પાસે લઘુશંકા માટે ઉભો રહેતા વેપારી પણ ઉભા રહ્યાં હતાં. દરમિયાન ગ્રે કલરની ઈકો ગાડી આવી અને વેપારીના ટુ-વ્હિલર પાસે ઉભી રાખી દરવાજો ખોલી બે માણસોએ વેપારીને કારમાં ખેંચી લીધો હતો. અને વેપારીના માથાને બે પગ વચ્ચે દબાવી દીધો હતો. અપહરણકર્તાઓએ કારમાં મારઝૂડ કરી રૂા.30 લાખની ખંડણી માંગી હતી. પોલીસ પીછો કરતા વેપારીને ગુરૂવારે મળસ્કે કપુરાઈ બ્રિજ પાસે ઉતારી ભાગી ગયા હતાં.

અપહરણનો પ્લાન ઘડનાર મોહસીન વેપારીની દુકાનની બાજુમાં જ ધંધો કરે છે
પોલીસ મોહશીન પઠાણના કહેવા મુજબ જુનેદ, આદીલ અને સઈદની ધરપકડ કરી પોલીસ મથક લઈ આવ્યાં હતાં. જ્યારે ત્રણેયની પૂછપરછ કરવામાં આવી ત્યાં તો ત્રણેવે ઘટસ્ફોટ કર્યો હતો કે, સાહેબ અમે તો માત્ર લોકેશ અગ્રવાલને ઉઠાવ્યો હતો. પરંતું અપહરણનો સંપુર્ણ પ્લાન તો તેના મીત્ર મોહશીનખાન પઠાણે રચેલો હતો. ઉલ્લેખનિય છે કે,મોહશીન અને લોકેશની દુકાનો અકોટામાં સાથે છે. મોહશીન ગાડીઓ પર પેઈન્ટીંગ કરવાનું કામ કરે છે. જ્યારે બંને વચ્ચે ત્રણ-ચાર વર્ષથી મિત્રતા છે.

અન્ય સમાચારો પણ છે...