કોંગ્રેસનો વિરોધ:વડોદરા શહેર ભાજપ પ્રમુખ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બેઠકમાં હાજર રહેતા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક

વડોદરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહ હાજર રહેતા વિવાદ સર્જાયો છે. આ અંગે વિરોધ કરવા આજે શહેર કોંગ્રેસના નેતાઓએ પાલિકા ખાતે આવેદન આપીને આ બાબતે સવાલો કર્યાં છે.

વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું કે, ગઇકાલ બુધવારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાંથી આગામી ગણતરીના દિવસોમાં ધોરણ 9 અને 10ના ચાર હજાર બાળકોના વાલીઓ પ્રવેશની સમસ્યાઓ બાબતે કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા કોઇ મિટિંગ કે વિરોધ પક્ષ કોગ્રેસ સાથે ચર્ચા કરી નથી એવામાં ભાજપના શહેર અધ્યક્ષ વિજય શાહે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સત્તાવાર બેઠક બોલાવી હતી અન તેમાં મેયર, મ્યુનિસિપલ કમિશનર કે વિપક્ષના નેતાઓને બોલાવવામાં આવ્યા ન હતા. શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ પાસે આવી કઇ સત્તા છે કે આવા નીતિ વિષયક નિર્ણય લઇ શકે? આ ખૂબ ગંભીર ઘટના છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોની પ્રવેશ અંગેની બેઠકમાં રાજકીય પક્ષના ભાજપ શહેર પ્રમુખે કોર્પોરેશનના ક્યા હોદ્દાની રૂએ સત્તાવાર મીટિંગ લીધી? આ અંગે મયેરે જાહેરમાં માફી માંગવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...