તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:સંગમ ચાર રસ્તા સહિત ચાર સ્થળોએ ફ્લાયઅોવર બનશે

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 7 બ્રિજ માટે 270 કરોડની ફાળવણી કરી સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ
  • સરદાર અેસ્ટેટ, ખોડિયાર નગર અને વાસણા ખાતે પણ અાયોજન

પાલિકા દ્વારા વધુ 4 ફ્લાય ઓવર બનાવવાનું નક્કી કરાયંુ છે. શહેરમાં નજીકના ભવિષ્યમાં સરદાર એસ્ટેટ, સંગમ ચાર રસ્તા, ખોડિયાર નગર અને વાસણા ખાતે બ્રિજ બનાવવાનું આયોજન હાથ ધરાશે, તેમ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે કહ્યું હતું. પાલિકાના 2021-22ના બજેટમાં તરસાલી જંક્શન પર 50 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવાનું કામ મૂકાયું છે.

ના.મુખ્યમંત્રી નીતિન પટેલે બજેટ પ્રવચનમાં કહ્યું કે, મહાનગરપાલિકા વિસ્તારોમાં 54 અને નગરપાલિકા વિસ્તારોમાં 21 મળી 75 ફ્લાયઓવર બનાવવાનું આયોજન છે. જેમાંથી વડોદરામાં 7 ઓવરબ્રિજ બનાવવા સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. 7 બ્રિજ માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા રૂ. 270 કરોડની ફાળવણી કરીને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો