તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:નાના વેપારીની હાલત કફોડી 13મીથી બજારો ખુલ્લાં કરો

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરના કાપડ બજારના વેપારીઓ દ્વારા આંશિક લોકડાઉન ખોલી નાખવા માટે સોમવારના રોજ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. - Divya Bhaskar
શહેરના કાપડ બજારના વેપારીઓ દ્વારા આંશિક લોકડાઉન ખોલી નાખવા માટે સોમવારના રોજ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.
  • કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ દ્વારા CMને પત્ર
  • આવક વિના બેંકના વ્યાજ, લાઇટ બિલ સહિતનો ખર્ચ કાઢવો મુશ્કેલ

કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ દ્વારા વેપારીઓના વિરોધને જોઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને 13 મેથી તમામ બજારો ખોલી નાખવા માટે વિનંતી કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, આંશિક લોકડાઉનના પગલે દુકાનદારોનો વેપાર બંધ હોવાથી તેમની આર્થિક હાલત કથળી જતાં બપોરે 1 વાગ્યા સુધી દુકાનો ખોલવા માટેની મંજૂરી માટે વિરોધ પ્રદર્શન પણ કરાયું હતું.

કેટના મહામંત્રી પરેશ પરીખે જણાવ્યું હતું કે, છેલ્લા 1 મહિનાથી લોકડાઉનને કારણે નાના વેપારીઓઓ ખૂબ કપરી પરિસ્થિતિમાં મુકાયા છે. નાના વેપારી કોઈ પણ પાસે હાથ લાંબા કરી શકતા નથી. વેપારીઓની ફરિયાદ છે કે, તે કોઈ પણ જાતની આવક વગર ઘર ખર્ચ, દુકાનનું ભાડું, લાઈટના બિલ અને બેંકના વ્યાજ કેવી રીતે કાઢવા તેની મૂંઝવણમાં મુકાયા છે. હાઈકોર્ટ દ્વારા પણ સરકારને માર્ગદર્શન અપાયું હતું કે, નાના વેપારીઓને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તેવા નિર્ણયો લેવા જોઈએ તેમ છતાં સરકાર દ્વારા મિનિ લોકડાઉન જાહેર કરાયું હતું. જેમાં ગુજરાતના વેપારીઓએ સંપૂર્ણ સહકાર પણ આપ્યો હતો.

બીજી તરફ સરકારે ઈન્ડસ્ટ્રીઝ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે, પરંતુ ઈન્ડસ્ટ્રીઝમાં દરેક વસ્તુનો સપ્લાય નાના દુકાનદારો જ કરતા હોય છે. જેમાં મિનિ લોકડાઉનના કારણે જરૂરી સપ્લાય ન મળતાં 50થી 60 ટકા ઈન્ડસ્ટ્રીઝ બંધ થઈ ગઈ છે. સરકારે બાંધકામ ક્ષેત્ર ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. તેમાં પણ વપરાતી વસ્તુઓ જેવી કે સ્ટીલ, સિમેન્ટ, ટુલ્સ, હાર્ડવેર, ઈલેક્ટ્રિકલ્સ, સિરામિક અને સ્ટેશનરીની દુકાનો બંધ રાખવાથી બાંધકામ ક્ષેત્રે પણ કામકાજ થતું નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઉનાળામાં ગરમીનો પ્રકોપ પણ ખૂબ વધ્યો છે ત્યારે પંખા, લાઈટ, એસી, ફ્રિજ વગેરે બગડી જવાથી તેના સર્વિસ સ્ટેશનો ચાલુ ન હોવાના પગલે લોકોને પણ તકલીફ પડી રહી છે. આ ઉપરાંત માર્ચ મહિનામાં મોટી કંપનીઓએ વાર્ષિક ટાર્ગેટ પૂરો કરવા માટે ડીલરોને ત્યાં માલ ડમ્પિંગ પણ કર્યો છે.

એપ્રિલ મહિનાથી મિનિ લોકડાઉનને કારણે વેપારીઓ તેમજ ઈન્ડસ્ટ્રીઝ સપ્લાય કરી શકતા નથી, તેથી વેચાણ ન થવાના કારણે સરકારને પણ ટેક્સની આવક ઓછી થશે. જેથી કેટની માગણી છે કે, 13 મેથી બજારો સંપૂર્ણ રીતે ખોલી દેવામાં આવે.

વેપારીઓએ કલેક્ટરને આવેદન પાઠવ્યું
વડોદરા પેપર ટ્રેડર એસોસિયેશન, સલૂન-બ્યૂટિપાર્લર વાળંદ એસોસિયેશન તેમજ સાડી બજાર એસોસિયેશન દ્વારા શનિવારે કલેક્ટરને રજૂઆત કરીને જણાવ્યું હતું કે, જો આંશિક લોકડાઉન વધશે તો વેપારીઓની આર્થિક હાલત કફોડી બનશે. ત્યારે એક ચોક્કસ સયમ માટે પણ દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવે તેવી માગણી છે.

અન્ય સમાચારો પણ છે...