માતા-પિતાને ગામડે તરછોડીને કામ કરવા શહેરમાં યુવાનો ન આવે તે માટે અંકલેશ્વરની સૂર્યા લાઇફ સાયન્સ કંપનીએ માતા-પિતાને સાથે રાખનાર કર્મીને સ્પે. એલાઉન્સ આપવાનું શરૂ કર્યું છે. આ સાથે કર્મચારીનાં માતા-પિતા અને સાસુ-સસરાનો વીમો લેવાય છે. 4 વર્ષથી આ કામ બદલ એફજીઆઈએ કંપનીને બેસ્ટ એચઆર એવોર્ડ આપ્યો હતો. એફજીઆઇ દ્વારા શનિવારે 17મો એવોર્ડ ફોર એક્સેલન્સ સમારંભ રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
14 કંપનીને વિવિધ કેટેગરીમાં સામેલ કરાઇ હતી, જેમાંથી 13ને એવોર્ડ અપાયો હતો.સૂર્યા લાઇફ સાયન્સનાં ડાયરેક્ટર નેહા જોષીએ જણાવ્યું કે, કંપનીમાં કામદાર સંગઠનો મહત્ત્વનાં છે. કંપની માલિક જાતે કર્મચારી સુધી પહોંચી શકતા નથી, જેથી સંગઠનો દ્વારા તેમની રજૂઆતો-પ્રશ્નો સાંભળી નિરાકરણ લવાય છે. યુનાઇટેડ વેનાં સીઇઓ ડો.બિનિતા વરડિયાને વુમન એન્ટરપ્રિન્યોર એવોર્ડ અપાયો હતો. તેમણે જણાવ્યું કે, મહિલાઓ ઘરમાંથી બહાર આવે તે જરૂરી છે. તેઓ રાજસ્થાની પરિવારમાંથી બહાર આવીને કામ કરી રહ્યાં છે.
મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ એફજીઆઈને બિરદાવી હતી. પૂર્વ ચેરપર્સનને ડાયસ પર બેસાડી ફંક્શનનું આયોજન રાજકારણમાં થતું નથી, તેવી રમૂજ પણ કરી હતી. કંપનીઓને સીએસઆરમાં વધુ સહાય કરવા આહ્વાન કરી 40 હજાર વૃક્ષો વાવવાની જાહેરાત કરી હતી.
કઈ કેટેગરીમાં કઈ કંપનીને એવોર્ડ મળ્યો?
લાઈફ ટાઈમ એચીવમેન્ટ
પંકજ પટેલ, ઝાયડસ
પોલ્યુશન મેનેજમેન્ટ
જેન્ટિવા પ્રા.લિ., અંકલેશ્વર
આઉટ સ્ટેન્ડિંગ MSME
બેસ્ટ વેલયુ કેમ, વડોદરા
બિઝનેસ લીડર મેલ
અમી ઓર્ગેનિક, સુરત
બેસ્ટ પ્રેક્ટિસ ઇન HR - IR
સૂર્યા લાઈફ સાયન્સીસ
એક્સ્પોર્ટ પર્ફોર્મન્સ
કાસ્ટોર ગિરનાર ઇન્ડ., જૂનાગઢ
વુમન એન્ટરપ્રિન્યોર
ડો. બિનિતા વરડિયા, યુનાઇટેડ વે, વડોદરા
ઇનોવેશન ઇન એગ્રિકલ્ચર
ઝાયટેક્સ બાયોટેક, વડોદરા
ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી
ગુલબ્રાન્ડસેન કેમિકલ,વડોદરા
CSR :
યુપીએલ, વલસાડ કોસ્મો ફિલ્મસ, વડોદરા
સોશિયલ વેલ્ફેર રૂરલ ડેવલપમેન્ટ બાય એનજીઓ
દીપ ડેવલપમેન્ટ, માંગરોલ
હેલ્થ સેક્ટર
પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ
સ્ટાર્ટઅપ : લાઇમ લાઇટ રિસર્ચ પ્રા. લિ.,અમદાવાદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.