સુમનદિપ વિદ્યાપીઠમાં ઓર્થોપેડિકના પ્રથમ વર્ષના વિદ્યાર્થી પર સિનિયરો દ્વારા કરાયેલા રેગીંગની ઘટના ચર્ચાનો વિષય છે ત્યારે ગઈકાલે 3 કલાક ફરિયાદીના નિવેદનો લીધા બાદ આજે ફરી ફરિયાદી અને તેના વાલીનું લેખિતમાં નિવેદન લેવામાં આવ્યા હતા. મહત્વનું છે કે વિદ્યાર્થીના વાલી દ્વારા 28-11થી 9-12 સુધીના વિડિયો રેકોર્ડીંગ સંસ્થા પાસેથી માગ્યા છે.
તો બીજી તરફ nmcની જુનિયર રેસિડેન્ટની ગાઈડલાઈન, ugc અને ગુજરાત સરકારની ગાઈડલાઈન માગવામાં આવી છે. તો સાથે જ હોસ્ટેલના ગેટના અને હોસ્પિટલના એન્ટ્રી એક્ઝીટ પોઈન્ટના સીસીટીવી ફુટેજ વાલી દ્વારા લેખીતમાં માગવામાં આવ્યા છે.
એન્ટી રેગિંગ કમિટી દ્વારા ફરિયાદી અને આરોપી સીવાયના અનેક વિદ્યાર્થીઓના નિવેદનો લેવામાં આવ્યા છે. અને ફરિયાદી વાલી દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમના દ્વારા આપવામાં આવેલા પુરાવા પોલીસ ફરિયાદ માટે પુરતા છે. અને જો કમિટી પોલીસ ફરીયાદ નહી કરે તો વાલી દ્વારા હાઈકોર્ટમાં ફરિયાદ કરી શકે તેવા રસ્તા છે. હવે કમિટી આગામી પગલા કેવા લેશે તેના મુદ્દે નિર્ણય લેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.