સુવિધા:સમિતિની શાળાનાં છાત્રો માટે 10 કમ્પ્યૂટર સાથેની લેબ શરૂ કરાઈ

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નવી શિક્ષણ નીતિને લઇ લેબમાં છાત્રોને કોડિંગ શીખવવા શિક્ષકોને તાલીમ
  • જન પ્રિયા ટ્રસ્ટ અને યુનાટેડ વે ઓફ બરોડાના સહયોગથી સુવિધા વધારાઈ

શિક્ષણ સમિતિની અકોટા સ્થિત માં ભારતી શાળા ખાતે વિદ્યાર્થી કોડિંગ શીખી શકે તે માટે 10 કોમ્યુટર સાથેની અાધૂનિક લેબ શરૂ કરવામાં આવી છે. નવી શિક્ષણ નિતિના ભાગરૂપે લેબમાં વિદ્યાર્થીઓને કોડિંગ શીખવાડવા માટે શિક્ષકોને આઇઆઇટી મુંબઇ તરફથી તાલીમ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નિતિ અંતર્ગત હવે ધોરણ 6 થી વિદ્યાર્થીઓને કોડિંગ શીખવાડવાનું ફરજયાત છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અકોટા સ્થિત માં ભારતી શાળા ખાતે અધ્યતન કોમ્પ્યુટર લેબની શરૂઆત કરવામાં આવી છે.

જન પ્રિયા ટ્રસ્ટ અને યુનાટેડ વે ઓફ બરોડાના સહયોગથી આ લેબ શરૂ કરવામાં આવી છે. 10 નવા કોમ્પ્યુટર,ઓડિયો વિઝયુઅલ લેકચર લઇ શકાય તે પ્રકારની રિમોર્ટ સર્પોટ કીટ તથા સોફટવેટ પણ ઇન્ટોલ કરવામાં આવ્યા છે. લેબમાં ફર્નીચર એસી સહિત તમામ વસ્તુઓ પાછળ 8 થી 10 લાખના ખર્ચો કરાયો છે. કોડિંગ માટે આવતા વિશેષ સોફટવેરની કિમંત જ 2 થી 3 લાખ રૂપિયા થાય છે. સરકારી સ્કૂલના બાળકો કોડિંગ શીખી શકે તે માટે શિક્ષકોને વિશેષ રૂપે આઇઆઇટી મુંબઇ તરફથી ટ્રેનીંગ આપવામાં આવી છે.

સમગ્ર વર્ષ દરમિયાન શિક્ષકોને સોફટવેરની ટ્રેનીંગ આપવામાં આવશે. લેબના ઉદાટનમાં શાસનાધિકારી ધમેન્દ્રસિંહ ચુડાસમા, જન પ્રિય ટ્રસ્ટના ચેરમેન માધવી અગ્રવાલ, યુનાટેડ વેના ડો.બિનિતા વર્ડીયા શાળાના આચાર્ય ધવલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. શાળામાં દસ કોમ્પ્યુટર લેટેસ્ટ પ્રોસેસર, વિન્ડોઝ 10, એમએસ ઓફિસ અને અન્ય સુવિધાઓ સાથે સ્કૂલમાં લગાવાયા છે. કોડીંગ વિધાઉટ કોમ્પ્યુટર્સ સ્કૂલ ખાતે શિક્ષકાે માટે કરાયું છે. સરકારી સ્કૂલના બાળકો કોડિંગ શીખી શકે તે માટે શિક્ષકોને વિશેષ રૂપે આઇઆઇટી મુંબઇ તરફથી ટ્રેનીંગ આપવામાં આવી છે.સિસ્ટમ સાથે સંબંધિત સોફટવેર લગાવાયા છે.

અન્ય સમાચારો પણ છે...