માર્ગદર્શનz:પાલિકાની લીગલ સમિતિના કામ અંગે ખુદ સમિતિ જ અવઢવમાં

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આખરે સંગઠનનું માર્ગદર્શન લેવું પડ્યું:કાર્યપદ્ધતિ અંગે મનુભાઇ ટાવરથી સમિતિને માર્ગદર્શન પૂરું પડાયું

પાલિકાની લીગલ સમિતિની કામગીરી અંગે ખુદ સમિતિ જ અવઢવમાં પડી ગઈ હતી અને આખરે ભાજપ સંગઠનના હોદ્દેદારોનું માર્ગદર્શન લેવાની ફરજ પડી હતી. સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલ તમામ સમિતિના હોદ્દેદારો અને બેઠક પણ બોલાવી હતી અને ફાઈલો નો અભ્યાસ કરવો તેવી સૂચના સાથેનો માર્ગદર્શન પણ આપ્યું હતું.

પરંતુ લીગલ સમિતિની કાર્યપદ્ધતિ અન્ય સમિતિ કરતા અલગ હોવાથી સમિતિના અધ્યક્ષ ઘનશ્યામ સોલંકી અને ઉપાધ્યક્ષ અવની સટેમ્પવાલા સહિતના અન્ય સભ્યો પણ અવઢવમાં પડી ગયા હતા અને કામગીરી કેવી રીતે કરવી તેની મૂંઝવણ અનુભવતા હતા.આ સંજોગોમાં આ સમિતિના અધ્યક્ષ ઉપાધ્યક્ષ દ્વારા શહેર ભાજપ અધ્યક્ષ ડો વિજય શાહ સહિતના સંગઠનના મુખ્ય આગેવાનોનું ધ્યાન દોર્યું હતું અને કામગીરી કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન માંગ્યું હતું.

લીગલ સમિતિની કાર્યપદ્ધતિ અંગે મનુભાઇ ટાવર થી આ સમિતિને માર્ગદર્શન પૂરું પાડવામાં આવતા સમિતિના અધ્યક્ષ ઉપાધ્યક્ષે લીગલ એડવાઈઝર ને બોલાવીને ઔપચારિક બેઠક કરી હતી અને આગામી બેઠકમાં કેટલાક કેસો પાલિકા તરફથી ચાલી રહ્યા છે, પાલિકા વિરૂધ્ધ સ્થાનિક થી માંડી દિલ્હી સુધી કેવા કેસો ચાલી રહ્યા છે,કોણ કોણ વકીલ છે સહિતની માહિતી રજૂ કરવા માટે સૂચના આપી હતી.લીગલ સમિતિના અધ્યક્ષ ઘનશ્યામ સોલંકીએ જણાવ્યું હતું કે લીગલ સમિતિની કાર્યપદ્ધતિ જાણવા માટે અમે માર્ગદર્શન મેળવ્યું હતું અને એક બેઠક પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...