તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ફાધર્સ ડે:યોગ અને સંગીતના સમન્વયથી પિતા-સંતાને માનસિક તણાવને કર્યો કાયમી ક્વોરન્ટીન

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંતાનો કહે છે કે, અમારામાં યોગ અને સંગીતનું સિંચન કરનાર અમારા પિતા જ છે
  • પિતાના કહેવાથી પુત્રએ યોગાભ્યાસ શરૂ કર્યો અને સંગીતની સાધના કરી

વિશ્વ યોગ દિવસ અને વિશ્વ સંગીત દિવસનો સમન્વય છે. ત્યારે સિટી ભાસ્કરે શહેરના એવા લોકો સાથે વાત કરી કે જેઓ તેમના પિતા પાસેથી યોગની પ્રેરણા અને સંગીત માટેનો સથવારો મેળવી કંઇક નવું કર્યું અને માનસિક તણાવોને પણ પોતાનાથી દૂર કર્યાં.

મેરેથોન રનર પિતા, કિ-બોર્ડ પ્લેયર પુત્ર અને માતાએ સંગીત સાથે 108 સૂર્યનમસ્કાર કર્યાં, કહ્યું આ રૂટિન છે 
વડોદરામાં સ્થાયી થયેલા મૂળ કર્ણાટકના અપ્પાસાહેબ શીવપ્પા કબાડગી તેમના સમગ્ર પરિવાર સાથે યોગ થકી જોડાયેલા છે. અપ્પાસાહેબે જણાવ્યું હતું કે હું 16 વર્ષનો હતો ત્યારથી જ યોગ સાથે જોડાયેલો છું. આજે મે મારી પત્ની અને દીકરા સાથે સંગીતને સથવારે 108 સૂર્ય નમસ્કાર કર્યા. આ અગાઉ પણ અમે ચાર વખત 108 સૂર્યનમસ્કાર કરી ચુક્યા છે. હું ફૂલ મેરેથોન રનર છું અને મનની શાંતિ માટે યોગ કરવાનું શરૂ કર્યું હતું. યોગથી થતા ફાયદને કારણે મારો પરિવાર સ્વસ્થ અને ખુશ છે.

હું કીબોર્ડ વગાડું ત્યારે મારા માતા-પિતા યોગ કરવાનું પસંદ કરે છે
હું અને મારી પત્ની એન્જિનિયર છીએ. દીકરો પણ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. ઓમકારે જણાવ્યું હતું કે, હું નાનો હતો ત્યારથી કી-બોર્ડ વગાડું છું. મારા પિતા મેરેથોન રનર છે અને યોગ સાથે જોડાયેલા છે, તેમને જોઇને જ મને પણ પ્રેરણા મળી. યોગને કારણે મને અભ્યાસમાં ખૂબ મદદ મળી. સંગીત અને યોગ મારા જીવનના મહત્વના ભાગ છે જે મારા પિતાના કારણે હું શીખી શક્યો છું. હું કીબોર્ડ વગાડું ત્યારે મારા માતા-પિતા યોગ કરવાનું પસંદ કરે છે. મ્યુઝિક યોગ અમારા પરિવારમાં અમારું મનપસંદ છે. સંગીત અને યોગથી હું એક જુદી જ દુનિયાનો અનુભવ કરતો હોઉં છું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે. નેગેટિવઃ- આળસના કારણે થોડા કામ અધૂરા રહ...

વધુ વાંચો