ક્રાઇમ:મૌલવીએ યુસૂફ કડિયાને 12.80 લાખ પરત કરવાનું કહેતા મારી નાખવાની ધમકી આપી

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
માથાભારે યુસુફ કડિયા અને પરીવાર સામે મૌલવી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. - Divya Bhaskar
માથાભારે યુસુફ કડિયા અને પરીવાર સામે મૌલવી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
  • મૌલવીની માથાભારે યુસૂફ કડિયા અને પરિવાર સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ

માથાભારે યુસુફ કડિયા સામે મૌલવીએ પોલીસ કમિશનર અને ક્રાઈમ બ્રાન્ચમાં લેખિતમાં ફરિયાદ આપી કડક કાર્યવાહીની માગ કરી છે. 12.80 લાખ રૂપિયા જેટલી રકમ લીધા બાદ પરત માંગતા યુસુફ કડીયો અને તેના પરીવારજનોએ ધાક ધમકી આપી હોવાનું લેખિત ફરિયાદમાં જણાવ્યું છે.

મદનઝાંપા રોડ નજીક રહેતા ઇસ્માઇલ મોહંમદ હુસૈન તેડીવાલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે મસ્જિદમાં મૌલવી તરીકે કામ કરું છું. નમાજ દરમ્યાન યુસુફભાઇ ઉર્ફે કડિયો સિદ્દિકભાઈ શૈખ સાથે ઓળખ થઈ હતી. બાદમાં એમના પરીવારજનોમાં પત્ની મોહજબીન, સદ્દામ હુસૈન ઉર્ફે લંગડો યુસુફ શૈખ, મુજમમિલ હુસૈન ઉર્ફે મુન્નો યૂસફ શેખ રહેવાસી બી 101, 102, અર્થ બીનાનગર વાસણા રોડ સાથે પરિચય થયો હતો.

સંબંધો બંધાયા બાદ અમારા ટૂરના ધંધાના કારણે અમારી પાસે રોકડ રકમ રેહતી હતી. યૂસફ કડિયો વારંવાર આવતો હતો અને જુદા જુદા બહાને અમારી પાસેથી આર્થિક મદદ મેળવી હતી. આ રકમ રૂ.13 લાખ જેટલી થઈ જતાં મેં રકમ પરત માંગતા યૂસફે ભાયલીની જમીનની તકરાર પતવા આવી છે. એ પતી જશે તો હું રૂ.15 લાખ આપી દઈશ એવું જણાવ્યું હતું.

પ્રોમિસરી નોટ ઉપર સહી કરીને ચેક પણ આપ્યા હતા. લાંબા સમય પછી પણ રકમ પરત નહિ કરતા મેં માંગણી કરી હતી. જેના જવાબમાં ખોટા વાયદા બાદમાં ગુસ્સે થઈ ધાકધમકી આપવાનુ શરૂ કર્યું હતું. હમણાં જ જેલમાંથી છૂટયો છું, અમારું કંઈ પણ બગાડી સકિશ નહિ એમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...