ગૌરવ:કિક બોક્સિંગમાં શહેરની અક્ષદાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યા

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
અક્ષદા દળવી - Divya Bhaskar
અક્ષદા દળવી
  • પૂણેમાં યોજાયેલી સ્પર્ધામાં ન્યૂઝપેપર વિતરકની પુત્રીનું ઉત્તમ પ્રદર્શન
  • સ્પર્ધામાં શહેરના 8 મળી રાજ્યના 31 ખેલાડીએ 22 મેડલ જીત્યા

પૂણેમાં 21 થી 25 ડિસેમ્બર સુધી વાકો ઈન્ડિયા કિક બોક્સિંગ ફેડરેશન દ્વારા કિક બોક્સિંગ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. જેમાંથી વડોદરાના 8 મળી ગુજરાતના 31 ખેલાડીઓએ 22 મેડલ જીત્યા હતા. વડોદરાના 8 ખેલાડીનું શહેર બીજેપી દ્વારા સન્માન કરાયું હતું. કિક બોક્સિંગમાં વડોદરાના ન્યૂઝપેપર વિતરક અજય દળવીની 15 વર્ષની પુત્રી અક્ષદાએ ગોલ્ડ-સિલ્વર મેડલ જીત્યા હતા.

શહેરની એલેમ્બિક સ્કૂલમાં ધો. 10માં ભણતી ન્યૂઝપેપર વિતરક અજય દળવીની પુત્રી અક્ષદાએ જણાવ્યું કે, હું 3 વર્ષથી કિક બોક્સિંગની રમત રમી રહી છું. મારા શિક્ષકે મને કિક બોક્સિંગમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. અત્યાર સુધી કિક બોક્સિંગની 3 નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ ચૂકી છે. અગાઉ 2020માં દિલ્હીમાં ઈન્ટરનેશનલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ગોલ્ડ-બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અક્ષદા કિક બોક્સિંગમાં કારકિર્દી બનાવવા માગે છે.

પૂણેની સ્પર્ધામાં શહેરની દેવાંશી ડોડિયાએ 2 ગોલ્ડ, નીજ મેહરે 1 ગોલ્ડ, અક્ષદા દળવીએ ગોલ્ડ અને સિલ્વર, દિયા કોઠીએ 1 ગોલ્ડ, મિનાક કોઠીએ 1 ગોલ્ડ, વંશી લુહારે સિલ્વર અને બ્રોન્ઝ, તત્વજ્ઞા વાલાએ 2 સિલ્વર અને પાવની દયાલે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.

અન્ય સમાચારો પણ છે...