સરકાર સફાળી જાગી:શહેરના 135 હેડ કોન્સ્ટેબલને એઅસઆઇ તરીકે બઢતી મળી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રેડ પે મામલે આંદોલન બાદ બઢતીનો દોર
  • 27 પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ બનાવાયા

ગ્રેડ પે વધારા મામલે રાજ્યભરમાં પોલીસ દ્વારા ચાલેલા વિરોધ પ્રદર્શન બાદ હવે સરકાર સફાળી જાગી છે. બુધવારે શહેરના 162 બિન હથિયારી અને આર્મ પોલીસ કર્મચારીઓને બઢતી આપવામાં આવી છે. પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘ દ્વારા 27 પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી અપાઇ છે જયારે 135 હેડ કોન્સ્ટેબલને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર તરીકે બઢતી આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે શહેર પોલીસ વિભાગ દ્વારા શહેરના 28 એએસઆઈને પીએસઆઇની બઢતી આપવામાં આવી હતી

જયારે 28 કર્મચારીને બઢતી આપવા સાથે જેમને 9 અને 12 વર્ષ થયાં છે તેવા હથિયારી કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ તેમજ બિનહથિયારી કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલને દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવામાં આવ્યું છે. શહેરમાં ફરજ બજાવતા 24 હથિયારી અને 22 બિનહથિયારી પોલીસ જવાનોને પ્રથમ અને 10 હથિયારી અને 75 બિનહથિયારી જવાનોને દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ મળશે. 28 આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટરને બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બઢતી અપાઇ છે. 131 કર્મચારીને પ્રથમ અને દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...