ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ:શહેર ભાજપના નેતાઓ પ્રચાર કરવા માટે UP જશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તરપ્રદેશનાં મુખ્ય શહેરોની જવાબદારી સોંપાઈ
  • રાજ્યનાં​​​​​​​ મેયરો પૈકી એક માત્ર વડોદરાના મેયરની પસંદગી

દેશના સૌથી મોટા રાજ્યો એવા ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ફરી એક વખત ગુજરાત ભાજપને તેનું સુકાન સોંપાયું હોય તેવા અણસાર વર્તાઇ રહ્યા છે અને તેને ધ્યાનમાં રાખીને વડોદરા ભાજપના કેટલાક આગેવાનોને ઉત્તર પ્રદેશના મુખ્ય શહેરોમાં પહોંચી જવાની સૂચના આપવામાં આવી છે.

દેશના ઉત્તર પ્રદેશ, ગોવા સહિતના 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી આગામી વર્ષના પ્રારંભિક તબક્કે જાહેર થાય તેવી વકી છે અને તેના કારણે ભારતીય જનતા પાર્ટીએ તેના માટે પૂર્વ તૈયારીઓ શરૂ કરી છે જે અંતર્ગત ગુજરાત ભાજપને લખનઉ સહિતની મુખ્ય બેઠકોની જવાબદારી અત્યારથી જ સોંપી દેવામાં આવી છે અને તેમાં વડોદરા ભાજપના સાત જેટલા આગેવાનોને અત્યારથી જ લખનૌ પહોંચી જવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.જેમાં રાજ્યના મહાનગરોના મેયરમાં એકમાત્ર વડોદરાના મેયર કેયુર રોકડિયાની પણ પસંદગી કરવામાં આવી છે અને તેઓ 18મીએ લખનૌ પહોંચી જશે.

પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી અને વડોદરાના પૂર્વ મેયર શબ્દશરણ બ્રહ્મભટ્ટ, પૂર્વ મેયર ભરત ડાંગર, ડેપ્યુટી મેયર રામ મનોહર તિવારી,વડોદરા જિલ્લાના પ્રભારી અને સિનિયર કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા,પ્રદેશ યુવા મોરચાના પૂર્વ આગેવાન કૌશલ દવે,પૂર્વ ડેપ્યુટી મેયર ડો જીવરાજ ચૌહાણ,બક્ષીપંચ મોરચાના પ્રદેશ હોદ્દેદાર અને પૂર્વ કોર્પોરેટર ધર્મેન્દ્ર પંચાલને ઉત્તર પ્રદેશ વિધાનસભા મતવિસ્તારની જવાબદારી સોંપી દેવામાં આવી છે અને આગામી દિવસોમાં બીજા નામો પણ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...