તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશનનું શટડાઉન પૂરું:વડોદરામાં 45થી વધુ વય માટે કાલથી વેક્સિન મળશે

વડોદરા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શહેરમાં કેટલાંક સેન્ટરો પર બીજો ડોઝ લેવા પહોંચેલા લોકોએ સ્ટાફ પર રોષ ઉતાર્યો
 • 18 યુવકોને રસી લીધા વિના સર્ટિ મળતાં ચોંકી ઊઠ્યા તો 11 યુવકોએ રસી લીધી પણ સર્ટિ ન મળ્યાંં

શહેરમાં 45 વર્ષ કે તેથી વધુ વયના લોકો માટેનું રસીકરણ સતત બીજા દિવસે બંધ રહ્યું હતું. જેના પગલે અર્બન હેલ્થ સેન્ટરો પર સેંકડો લોકોને ધરમધક્કો થયો હતો. કેટલાક અર્બન હેલ્થ સેન્ટરોમાં સ્ટાફ સાથે લોકોની ચકમક પણ ઝરી હતી. જ્યારે બીજા હેલ્થ સેન્ટરોમાં લોકો રોષ વ્યક્ત કરીને નીકળી ગયા હતા. શહેરના નવાપુરા અર્બન હેલ્થ સેન્ટર ખાતે ભારે હોબાળો થયો હતો. લોકોએ મેસેજ મોકલાવ્યા બાદ રસીકરણ બંધ રહ્યાં સામે સ્ટાફ પર રોષ ઉતાર્યો હતો.

બ્રાઇટ સ્કૂલ ખાતેના કેન્દ્ર પર પહોંચલા 45થી વધુ વયના લોકો રસીકરણ બંધ હોવાથી વીલા મોંએ ઘરે પરત ફર્યા હતા. શહેરમાં 38 સેન્ટરોમાં 18થી 45 વર્ષની વચ્ચેના 7300 લોકોએ રસી લીધી હતી. જોકે સર્ટિફિટના છબરડા યથાવત રહ્યાં હતા.જેમાં રસી લીધા વિના 18ને સર્ટિફિકેટ મળી ગયા હતા. જ્યારે રસી લીધી પણ 11ના સર્ટિફિકેટ જનરેટ ન થતાં ટેક્નિકલ ટીમને તપાસ કરવાના આદેશ અપાયા હતા. એસએસજી, સલાટવાડા, હરણી સહિતના કેન્દ્રો પર લોકો રસીના રજિસ્ટ્રેશન અને લેવા માટે પહોંચી ગયા હતા પણ શિડ્યુઅલ મુજબ રસીકરણ બંધ હોવાથી ધક્કો પડયો હતો.

આરોગ્ય અધિકારી ડો. દેવેશ ભટ્ટે જણાવ્યું હતું કે, 76 પૈકી 38 કેન્દ્રોમાં જ રસીકરણ થાય છે. આગામી 6ઠ્ઠી મે ગુરુવારથી 45 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિઓ માટે પણ રસીકરણ શરૂ કરાશે. સૂત્રો મુજબ ગુરુવારે સવાર સુધીમાં 30 હજાર કોવિશિલ્ડ અને 50 હજાર કોવેક્સિનનો જથ્થો આવશે.

હમણાં કોઈ રસી મળતી નથી, તમે તપાસ કરતા રહેજો
હું નવાપુરા અર્બન હેલ્થ સેન્ટર પર રસીનો બીજો ડોઝ મુકાવવા જતાં સ્ટાફ કહે છે કે હમણાં કોઈ રસી મળતી નથી, અહીંયાંથી જતા રહો. અહીંયા કોઈ બોર્ડ પણ મુકાવામાં આવ્યા નથી. ક્યારે રસી મળશે તે માટે તમે તપાસ કરતા રહેજો તેમ કહેવાયું છે. - ભાનુબેન, નવાપુરા

બીજાે ડોઝ લેવા ત્રીજો ધક્કો છે, કોઇ જાણ જ કરાતી નથી
હું છેલ્લા ત્રણ વખતથી નવાપુરા અર્બન હેલ્થ સેન્ટર પર બીજા ડોઝ માટે આવું છું. મને વારંવાર ધક્કા ખવડાવે છે. કોઈ જાતની જાણ કરાતી નથી. એબન હેલ્થ સેન્ટરનો સ્ટાફ ક્યારે રસી લેવાની છે તે પેપરમાં આવશે તેમ કહી જવાબદારીમાંથી છટકે છે. - કનુ રબારી, રાજમહેલ રોડ

છેલ્લા 28 દિવસનું રસીકરણ

7 એપ્રિલ2,87,66530.48%
11 એપ્રિલ3,31,49535.12%
17 એપ્રિલ3,79,30640.18%
4 મે5,16,82154.00%
વિહંગ મજમુદાર, ડો.તનુજા જાવડેકર
વિહંગ મજમુદાર, ડો.તનુજા જાવડેકર

વેક્સિનનો પહેલો ડોઝ લીધા બાદ ત્રણ મહિનામાં બીજો ડોઝ લઇ લેવો હિતાવહ, બીજો ડોઝ 90થી 94 ટકા જેટલી સલામતી આપે છે

શહેરમાં રસી ખૂટી પડતા હાલમાં 45થી વધુ વયના લોકોનું વેક્સિનેશન બંધ કરી દેવાયું છે. ત્યારે પહેલો ડોઝ લઇ ચૂકેલા શહેરીજનો બીજા ડોઝને લઇને િદ્વધાભરી સ્થિતિમાં મૂકાયા છે. આ અંગે ભાસ્કરે નિષ્ણાતો પાસેથી રસીને લગતી માહિતી મેળવી હતી, તે અત્રે પ્રસ્તુત છે.

રસીનો બીજો ડોઝ મોડો લેવાથી કોઇ નુકસાન થતું નથી

સવાલ : કોરોના રસીના 2 ડોઝ લેવાથી કેટલો ફાયદો થાય છે ?
કોરોનાની રસીનો પહેલો ડોઝ 60 ટકા અને બીજો ડોઝ 90થી 94 ટકા જેટલી સલામતી આપે છે. જોકે પહેલા ડોઝની ખૂબ સારી અસર એટલે કે રોગ પ્રતિકારક શક્તિ 30 ટકા લોકોમાં આવી હોવાના અભ્યાસ થયા છે. જ બીજો ડોઝ 28થી 45 દિવસ અને કોવિશિલ્ડ 4થી 8 અઠવાડિયામાં લઇ શકાય.

બીજો ડોઝ કેટલા સમયમાં લઇ શકાય?
બીજો ડોઝ 12 અઠવાડિયાં એટલે કે 3 મહિનામાં લઇ લેવો જોઇએ. બીજી તરફ આપણું શરીર પહેલી રસીની યાદદાસ્ત રાખે છે તેવી ઇમ્યૂનોલોજિકલ મેમરી અંગે કોઇ નક્કર અભ્યાસ થયા નથી. બીજો ડોઝ સહેજ મોડો લેવાથી કેટલાક તંદુરસ્ત વ્યક્તિઓને ફાયદો થાય છે, તેમની ઇમ્યૂનિટી સારી વિકસી હોવાનું સંશોધનમાં બહાર આવ્યું છે.

ગર્ભવતી મહિલા વેક્સિન લઇ શકે?
ગર્ભવતી મહિલા માટે કોરોના વેક્સિન લેવી હિતાવહ નથી. કારણ કે કંપનીઓએ કોઇ પરીક્ષણ કર્યાં નથી. જોકે જાણકારી મુજબ જે ગર્ભવતી મહિલાઓએ આવી સંમતિ આપી હતી તે મહિલાઓને કોઇ આડઅસર થઇ નથી. સ્તનપાન કરાવતી મહિલાઓ માટે પણ આ રસી કેટલી સલામત છે તેનો અભ્યાસ થયો નથી.

રસીકરણથી લાંબાગાળે શું ફાયદો થાય ?
વાઇરસ સક્રિય રહેવા પોતાના સ્ટ્રક્ચરમાં ફેરફાર કરે છે, પણ સાથે જ તે લાંબું ટકતો નથી. જો લોકોએ રસી લીધેલી હોય તો તે જે સ્ટ્રક્ચર (લોકોના શરીર)માં પ્રવેશી શકતો નથી અને પોતાના માળખામાં ફેરફાર કરવા છતાં તે પ્રવેશી શકતો નથી અને છેવટે મરી જાય છે. તેથી મ્યૂટેશન પણ ઘટે છે. નવા પ્રકારના વાઇરસ સર્જાઇ શકે નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો