મેયર તરીકે ધારાસભ્ય કેયુર રોકડિયાએ રાજીનામું આપ્યું છે. ત્યારે મેયરની પહેલી ટર્મના હજી 6 મહિનાનો સમય બાકી છે. ત્યારે 10મી માર્ચે શહેરને નવા મેયર મળશે. 10મીએ વિધિવત રીતે મેયર કેયુર રોકડિયા તેમનો ચાર્જ છોડશે અને નવા મેયરને ચાર્જ આપશે. 2021માં 10 માર્ચે મેયર તરીકે કેયુર રોકડિયાએ પદ ભાર સંભાળ્યો હતો. ત્યારબાદ અઢી વર્ષની ટર્મ સુધી તેઓને શહેરના મેયર તરીકેની જવાબદારી સંભાળવાની હતી પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં સયાજીગંજના ઉમેદવાર તરીકે કેયુર રોકડિયાએ જીત મેળવતાં ભાજપના એક વ્યક્તિ એક પદના નિયમને કારણે કેયુર રોકડિયાએ 21મી માર્ચે મેયર પદ પરથી રાજીનામું આપ્યું હતું.
ત્યારથી જ નવા મેયર કોણ અને ક્યારે બનશે તેની અનેક અટકળો શરૂ થઈ હતી. હાલમાં મેયરની ટર્મના 6 મહિના જેટલો સમય બાકી છે. ત્યારબાદ મહિલા જનરલ કેટેગરીને મેયર પદ મળશે. મેયરના રાજીનામાં બાદ હોળાષ્ટક પહેલા જ નવા મેયરના નામની જાહેરાત થશે તેવી વાતો વહેતી થઈ હતી. 10મી માર્ચે નવા મેયરની વરણી થશે. જેમાં હોળાષ્ટક પણ નહીં નડે. સભા સેક્રેટરીએ આ અંગે રાત્રે એજન્ડા જાહેર કર્યો હતો. જેમાં મેયરના રાજીનામાનો સ્વીકાર અને નવા મેયરની વરણીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.