હવામાન:શહેરમાં વાદળો ઘેરાયાં પણ વરસ્યાં નહીં, પારો 330 થયો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધીમાં સિઝનનો 740 મિમી વરસાદ નોંધાયો

શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદે વિરામ પાળ્યો હતો. 17 સપ્ટેમ્બર સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. વરસાદના વિરામ વચ્ચે ગરમીનો પારો 33 ડિગ્રી નોંધાયો હતો.

રાજ્યભરમાં લો પ્રેશર તથા અપર એર સર્ક્યુલેશનને પગલે વરસાદી માહોલ જામ્યો છે. મંગળવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદે વિરામ લીધો હતો. સાંજના સમયે કાળાં વાદળો છવાયાં હતાં, જોકે વરસાદ વરસ્યો નહતો. 4 દિવસથી વરસાદી માહોલ વચ્ચે મંગળવારે બપોરે તડકો નીકળતાં ગરમીનો અહેસાસ પણ થયો હતો. દિવસ દરમિયાન પારો 33 ડિગ્રી નોંધાયો હતો. રાત્રીના સમયે લઘુતમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ 92 ટકા અને સાંજના સમયે 74 ટકા નોંધાયું હતું. 7 કિમીની ઝડપે પવન નોંધાયો હતો. અત્યાર સુધીમાં સિઝનનો 740 મિમી વરસાદ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...