તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરામાં ચિકનગુનિયાનો ભરડો:શહેરમાં છેલ્લા 36 કલાકમાં કોરોનાના માત્ર 2 જ કેસ નોંધાયા, ડેન્ગ્યુના વધુ 28 કેસ અને ચિકનગુનિયાના 15 કેસ સામે આવ્યા

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હાલ વડોદરા શહેરની વિવિધ હોસ્પિટલમાં 17 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 72,014 ઉપર પહોંચી ગયો હતો. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,374 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. શહેરમાં છેલ્લા 36 કલાકમાં કોરોનાથી સંક્રમિત 2 કેસ નોંધાયા છે. શુકવારે 1,236 નમૂના લેવામાં આવ્યા હતા. આજે શહેરની વિવિધ હોસ્પિટલમાંથી સારવાર લઈ રહેલા 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. વડોદરા શહેરમાં છેલ્લા 36 કલાકમાં ચિકનગુનિયાના વધુ 15 કેસ નોંધાયા છે અને અત્યાર સુધીમાં કુલ 500 જેટલા ચિકનગુનિયાના કેસ નોંધાયા છે.

હોસ્પિટલમાં 17 દર્દીઓ સારવાર હેઠળ
હાલ વડોદરા શહેરની વિવિધ હોસ્પિટલમાં 17 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જે પૈકી વેન્ટિલેટર પર 1 અને ઓક્સિજન પર 1 દર્દીને સારવાર આપવામાં આવી રહી છે. બીજી તરફ શહેરમાંથી 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જેના પગલે ડિસ્ચાર્જનો આંકડો 71,374 પર પહોંચ્યો છે. શહેરના સોમા તળાવ અને હરણી 1-1 કેસ નોંધાયો હતો. બીજી તરફ મ્યૂકોરમાઇકોસીસના એક દર્દીને સયાજી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

રસીકરણના આંકડા
કુલ વસ્તી 1446212
રસીકરણ કુલ 1925422
પ્રથમ ડોઝ 1284590 88.82%
બીજો ડોઝ 6557576 45.46%
શુક્રવારનું રસીકરણ 12676

સયાજી હોસ્પિટલમાં 28 ડેન્ગ્યુ અને 15 ચિકનગુનિયાના કેસ નોંધાયા
વડોદરા શહેરમાં મચ્છરજન્ય રોગોએ માથુ ઉંચકતા સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે. શુક્રવારે શહેરના સયાજી હોસ્પિટલમાં 306 જેટલી ઓપીડી નોંધાઇ હતી. જેમાં 28 ડેન્ગ્યુ અને 15 જેટલા ચિકનગુનિયાના કેસ નોંધાતા તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. સયાજી હોસ્પિટલમાં આજે એક જ દિવસમાં 306 ઓપીડી નોંધાઈ હતી. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં પાલિકાની ટીમ રોજેરોજ ઘરે ફરીને સર્વે કરે છે. જેના કારણે રોજબરોજ 700થી વધારે લોકોને તાવ આવતો હોવાની તેમજ 100થી વધારે લોકોને ઝાડા ઉલટીની ફરિયાદ મળતી હોય છે. જોકે ખાનગી હોસ્પિટલમાં પણ ચિકનગુનિયા અને ડેન્ગ્યુ તેમજ વાયરલ ઇન્ફેકશનના દર્દીઓ ઉભરાઈ રહ્યા છે જે વાસ્તવિકતા છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,766 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,012 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9671 પશ્ચિમ ઝોનમાં 11,969, ઉત્તર ઝોનમાં 11,784, દક્ષિણ ઝોનમાં 11,785, વડોદરા ગ્રામ્યમાં 26,767 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા
શહેરઃ
સોમા તળાવ, હરણી.

9 સાઇટ-સ્કૂલને નોટિસ ફટકારાઈ
પાલિકાની 215 ટીમોએ શહેરનાં 34,752 મકાનોમાં તપાસ શરૂ કરી ફોગિંગ કર્યું હતું. જ્યારે 19 કન્સ્ટ્રક્શન સાઈટ ચકાસીને 8 સાઈટને નોટિસ આપી હતી. બીજી તરફ 5 હોસ્ટેલ અને સ્કૂલમાં ચકાસણી કરી 1ને નોટિસ પાઠવી હતી. પાલિકાએ 453 સાઈટને નોટિસ આપી છે.

અન્ય સમાચારો પણ છે...