તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • The City Reported 38 Cases Of Dengue, 1 1 Cases Of Mucorrhoea And Swine Flu In A Single Day, And Vaccination Will Continue On Wednesday.

કોરોના વડોદરા LIVE:આજે વધુ 4 કેસ અને 4 દર્દીએ કોરોનાને માત આપી, કુલ કેસ 72,008 થયા, વડોદરા ગ્રામ્યમાં કુલ 86 ટકા લોકોને પહેલો ડોઝ અપાયો

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હાલ 20 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી એક દર્દી ઓક્સિજન અને એક દર્દી વેન્ટિલેટર પર છે

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના આજે વધુ 4 કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસનો કુલ આંક 72,008 ઉપર પહોંચી ગયો હતો. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. આજે વધુ 4 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 71,365 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે.

એક દર્દી ઓક્સિજન અને એક દર્દી વેન્ટિલેટર પર છે
આજે 1,366 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જે પૈકી 4 પોઝિટિવ અને 1362 નેગેટિવ આવ્યા હતા વડોદરા શહેરમાં મંગળવારે હરણી, ઓપી રોડ અને સુભાનપુરા વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે સાવલીમાં પણ કેસ નોંધાયા છે. 4 કેસ વધવાથી કુલ આંક 72,004 પર પહોંચ્યો છે. હાલમાં 20 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી એક દર્દી ઓક્સિજન અને એક દર્દી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે.

વડોદરા જિલ્લામાં 86 ટકા લોકોને પહેલો ડોઝ અપાયો
વડોદરા જિલ્લામાં રસીકરણની ઝડપ વધારવામાં સાંસદ અને ધારાસભ્યોથી લઈને ગ્રામ સરપંચો, વિવિધ સમુદાયોના અગ્રણીઓ, જિલ્લા અને તાલુકા પદાધિકારીઓ, તમામ ધર્મોના સંતો, મહંતો, તબીબો અને આગેવાનો અને સૌ કોઇનો સહયોગ મળ્યો છે તેવી લાગણી વ્યક્ત કરતાં અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટિલાવતે જણાવ્યું કે, આ તમામ પ્રકારે કામગીરી કરતા વડોદરા જીલ્લામાં આજ દિન સુધીમાં પહેલા ડોઝના ટાર્ગેટ 10,97,673ની સામે 9,39,163 ના વેક્સિનેશનથી 85.6 ટકા કામગીરી પૂરી થઈ છે.

બીજા ડોઝની 79.56 ટકા કામગીરી પૂર્ણ કરી
બીજા ડોઝના 3,97,657 ના ટાર્ગેટ સામે 3,16,169 ના વેક્સિનેશનથી 79.56 ટકા કામગીરી પૂર્ણ કરી છે. પહેલા ડોઝ પછી નિયત સમય મર્યાદા પૂરી થયે રસી લેનાર બીજા ડોઝને પાત્ર બને છે. યાદ રહે કે એ સંદર્ભમાં ટકાવારી ગણવામાં આવી છે. વડોદરા જીલ્લાના 218 ગામોમા રસીના પહેલા ડોઝના 100 ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. તેમણે ખૂબ જ કર્તવ્યનિષ્ઠા સાથે રાત દિવસ એક કરીને જિલ્લાના લોકોને રસીથી સુરક્ષિત કરવાની જહેમત માટે તબીબી અને જિલ્લા આરોગ્ય તંત્રના સમગ્ર પરિવારને સાભાર અભિનંદન આપ્યાં છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,766 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,004 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9670 પશ્ચિમ ઝોનમાં 11,966, ઉત્તર ઝોનમાં 11,781, દક્ષિણ ઝોનમાં 11,785, વડોદરા ગ્રામ્યમાં 26,766 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા
શહેરઃ
હરણી, ઓપી રોડ, સુભાનપુરા

ગ્રામ્યઃ સાવલી

અન્ય સમાચારો પણ છે...