રોગચાળો વકર્યો:શહેરમાં બીમારી કાબૂ બહાર ડેન્ગ્યૂના વધુ 33 કેસ નોંધાયા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ચિકનગુનિયાના નવા 14 કેસ
  • સ્ટાફ રસીકરણમાં જોતરાતાં ઓછો સરવે કરાયો

શહેરમાં શુક્રવારે પાલિકાના ચોપડે ડેન્ગ્યૂના નવા 33 કેસ નોંધાયા છે, જ્યારે ચિકનગુનિયાના 14 કેસ નોંધાયા છે. તાવના 221 કેસ અને ઝાડા-ઊલટીના 92 કેસ સામે આવ્યા છે. પાલિકાનું તંત્ર વેક્સિનેશનની કામગીરીમાં જોતરાતાં ગુરુવાર કરતાં શુક્રવારે 17 હજાર મકાનોમાં સરવેની કામગીરી ઓછી થઈ હતી.

શહેરમાં રોગચાળો તંત્રના કાબૂ બહાર જઇ રહ્યો છે. પાલિકાની વિવિધ ટીમોએ લીધેલા 80 નમૂનામાંથી 33 ડેન્ગ્યૂ પોઝિટિવ આવ્યા હતા. બીજી તરફ 48 નમૂના પૈકી ચિકનગુનિયાના 14 કેસ પોઝિટિવ આવ્યા હતા. પાલિકાની વિવિધ ટીમોએ શુક્રવારે 11,561 મકાનોમાં ચેકિંગ કરી 7,367 ઘરમાં ફોગિંગ કર્યું હતું.

આ કામગીરી વેળા 69 લોકોને તાવ આવતો હોવાની ફરિયાદ મળી હતી. જ્યારે ઝાડા-ઊલટીના 92 કેસ અને તાવના 152 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત પાલિકાની 200 ટીમોએ 12 કન્સ્ટ્રક્શન સાઈટમાં અને 1 હોસ્ટેલ ચેકિંગ કર્યું હતું. જે પૈકી 6 કન્સ્ટ્રક્શન સાઈટ પાલિકાએ નોટિસ ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...