વર્તારો:શહેરમાં સિઝનમાં પહેલીવાર ઠંડીનો પારો 15 ડિગ્રી નોંધાયો, 2 દિવસ પારો 15 ડિગ્રી રહેવાની શક્યતા

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 13 કિમીની ઝડપે પવન ફૂંકાતાં ઠંડીની તીવ્રતા વધી

શહેરમાં શુક્રવારની રાત્રીથી ઠંડા પવન ફૂંકાવાના ચાલુ થતાં શનિવારે સવારથી જ ઠંડીનું મોજું ફરી વળતાં ફૂલગુલાબી ઠંડી અનુભવાઈ હતી. ઠંડા પવનોના પગલે સિઝનમાં પહેલી વખત ઠંડીનો પારો 15 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે આગામી 2 દિવસ ઠંડીનો પારો 15 ડિગ્રી નોંધાય તેવી સંભાવના રહેલી છે.શનિવારના રોજ દિવસ દરમિયાન ઈસ્ટ-નોર્થ-ઈસ્ટની દિશાથી એવરેજ 13 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા.

શહેરમાં શનિવારના રોજ મહત્તમ તાપમાનનો પારો 31.6 ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો 15.4 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 8:30 કલાકે 66 ટકા અને અને સાંજે 5:30 કલાકે 29 ટકા નોંધાયું હતું. ઈસ્ટ-નોર્થ-ઈસ્ટની દિશાથી 13 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા. રવિવારે પણ ઠંડીનો પારો 15 ડિગ્રી નોંધાય તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...