તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે ભાદરવા પર મીટ:શ્રાવણ મહિનામાં શહેરમાં માત્ર 5 ઈંચ વરસાદ વરસ્યો

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાદળોને પગલે ભારે બફારો અનુભવાયો

શ્રાવણ મહિનો 6 સપ્ટેમ્બરના રોજ પૂરો થતાં જ હવે ભાદરવો મહિનો શરૂ થઈ રહ્યો છે. શ્રાવણ મહિનામાં 9 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી શહેરમાં માત્ર 5 ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે હવે ભાદરવો વરસાદ લઈને આવે તેવી શહેરીજનોને આશા જાગી છે. આખા રાજ્યમાં વરસાદી ગતિવિધિ ચાલુ થઈ છે, પરંતુ વડોદરામાં હજુ પણ શહેરીજનો ધોધમાર વરસાદની મઝા માણી શક્યા નથી. રોજ વાદળોની આવન-જાવન રહેતી હોય છે, પરંતુ કોઈક સ્થળે માત્ર વરસાદી છાંટા પડી જાય છે.

વાદળોના પગલે શહેરમાં સોમવારના રોજ પણ ભારે બફારો લાગ્યો હતો. બીજી તરફ ગરમીનો પારો પણ 34 ડિગ્રી નોંધાતાં શહેરીજનો પરેશાન થઈ ઊઠ્યાં હતાં. સવારે વાદળોની સાથે બફારાને પગલે વરસાદની આશા બંધાઈ હતી, જોકે બપોર પછી હળવો તડકો નીકળ્યો હતો.

મંગળવારના રોજ પણ શહેરમાં બફારાનું પ્રમાણ રહે અને તેનાથી લોકોને ગરમીનો સામનો કરવો પડી શકે છે. જ્યારે ગરમીનો પારો 34 ડિગ્રી સુધી રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં સોમવારના રોજ મહત્તમ તાપમાનનો પારો 34 ડિગ્રી અને લઘતમ તાપમાનનો પારો 26.2 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 75 ટકા અને સાંજે 67 ટકા નોંધાયું હતું. બીજી તરફ દક્ષિણ-પશ્ચિમની દિશાથી 6 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...