• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • The City Now Has Only 2,330 People Left To Take The First Dose, With Door to door Vaccinations Being Completed To Achieve 100 Per Cent Of The Target.

કોરોના વડોદરા LIVE:શહેરમાં હવે માત્ર 2330 લોકોને પ્રથમ ડોઝ લેવામાં બાકી, 100 ટકા લક્ષ્યાંક પૂર્ણ કરવા ઘરે ઘરે જઇ રસી મૂકવાનું શરૂ કરાયું

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હાલમાં કુલ 34 દર્દીઓની કોરોનાની સારવાર હેઠળ છે, જે પૈકી 31 સ્ટેબલ છે

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેરમાં શનિવારે કોરોનાના 6 નવા કેસ આવ્યા હતા. શહેરના ગોત્રી, મકરપુરા, અકોટા, અટલાદરા વિસ્તારમાં આ કેસો નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 72,211 પર પહોંચી હતી. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. આ ઉપરાંત 14 દર્દીઓને કોરોનામાંથી મુક્ત જાહેર કરાતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 71,540 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે.

34 દર્દીઓની કોરોનાની સારવાર હેઠળ છે
શનિવારે નમૂનાઓના 4,291 ટેસ્ટિંગ કરવામાં આવ્યાં છે. હાલમાં કુલ 34 દર્દીઓની કોરોનાની સારવાર હેઠળ છે, જે પૈકી 31 સ્ટેબલ છે. જ્યારે 2ને ઓક્સિજન પર અને 1ની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે. શહેરમાં પશ્ચિમ ઝોનમાં 4 અને દક્ષિણ ઝોનમાં 1 કેસ નોંધાયો છે. બીજી તરફ શહેરમાં ગત અઠવાડિયે એક્ટિવ કેસો એક તબક્કે વધીને 62 પર પહોંચી ગયા હતા, જે ઘટીને 34 થઇ ગયા છે.

2330 લોકો પ્રથમ ડોઝ લેવામાં બાકી છે
વડોદરા શહેરમાં ચાલી રહેલા રસીકરણમાં પ્રથમ ડોઝનું 100 ટકા લક્ષ્યાંક મેળવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે જઇ રસી મૂકવાનું શરૂ કરવામાં આવ્યું છે. છાણી વિસ્તારમાં શનિવારે આરોગ્ય વિભાગની ટીમ રસી લેવાની બાકી હોય તેવા લોકોની યાદી લઈ ઘેર ઘેર પહોંચી હતી અને સિનિયર સિટીઝન તેમજ જે લોકોને રસી મૂકાવવી હોય તેમને રસી મૂકવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા 100 ટકા રસીકરણ માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે તો પણ હજુ 2330 લોકો પ્રથમ ડોઝ લેવામાં બાકી છે.

શનિવારે 12,392 લોકોનું રસીકરણ કરાયું
શનિવારે કુલ 12,392 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું, જેમાં માત્ર 2445 લોકોએ પ્રથમ ડોઝ લીધો હતો. આ સાથે પ્રથમ ડોઝ લેનારની ટકાવારી 99. 84% નોંધાઈ છે. રાજ્ય સરકાર દ્વારા બીજા ડોઝનો બેકલોગ ઓછો કરવા માટે થયેલા આદેશને પગલે સેકન્ડ ડોઝના આંકડામાં વધારો જોવા મળી રહ્યો છે. શનિવારે આ આંક 9,947 નોંધાયો હતો.

કુલ રસીકરણ 27,30,021 શનિવારનું રસીકરણ 12,392 પ્રથમ ડોઝ 15,07,471 99.84% બીજો ડોઝ 12,22,550 80.97%

વડોદરા શહેરમાં ડેન્ગ્યૂના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જ્યારે ડેન્ગ્યૂની સરખામણીએ ચિકનગુનિયાના નવા કેસ વધુ નોંધાઈ રહ્યા છે. શનિવારે ડેન્ગ્યૂના 18 કેસ પોઝિટિવ આવ્યા હતા, જ્યારે ચિકનગુનિયાના 27 નમૂના પોઝિટિવ નોંધાયા છે. બીજી તરફ ઝાડા-ઊલટીના 32 કેસ નોંધાયા હતા. તાવના એક જ દિવસમાં 817 કેસ આવ્યા છે. મચ્છરજન્ય રોગચાળાથી 603 કેસ તાવના આવ્યા છે. જ્યારે શહેરમાં પાણીજન્ય રોગોના કારણે 214 લોકો બીમાર જણાયા હતા. શનિવારે પાલિકાની વિવિધ ટીમોએ ચેકિંગ કરતાં ઝાડા-ઊલટીના 32 કેસ સામે આવ્યા છે. શહેરના હરણી વિસ્તારમાં મલેરિયાના 2 કેસ નોંધાયા હતા. તદુપરાંત 9 કન્સ્ટ્રક્શન સાઈટ અને 1 હોસ્ટેલમાં ચેકિંગ કરાયું હતું.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,776 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,211 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9685 પશ્ચિમ ઝોનમાં 12,035, ઉત્તર ઝોનમાં 11,833, દક્ષિણ ઝોનમાં 11,840, વડોદરા ગ્રામ્યમાં 26,776 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...