પલટો:શહેરમાં કાલથી 3 દિવસ માવઠું થવાની આગાહી, બંગાળની ખાડીના સર્ક્યુલેશનની અસર

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોમવારે ઠંડીનો પારો વધીને 18.4 ડિગ્રી નોંધાયો

શહેરમાં 17 થી 20 નવેમ્બર સુધીમાં માવઠું થવાની સંભાવના છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા સર્ક્યુલેશનની અસરથી ભેજવાળા પવનો રાજ્યમાં રહેલા સૂકા પવનો સાથે ભળી રહ્યા છે.જેના કારણે શહેરમાં આગામી દિવસમાં વાદળછાયું વાતાવરણ રહેશેતેમજ માવઠું પણ પડી શકે છે. વાતાવરણમાં વાદળો છવાતા ઠંડીનો પારો પણ 18 થી 20 ડિગ્રી સુધી પહોંચી શકે છે. 20 નવેમ્બર બાદ વાદળો હટતાં ઠંડીનો પારો એકાએક ગગડી શકે છે. જેના પગલે કડકડતી ઠંડી પણ પડી શકે છે. શહેરમાં સોમવારે દિવસ દરમિયાન વાદળો નજરે ચઢ્યાં હતાં. જેના કારણે પારો પણ 1 ડિગ્રી ઘટી ગયો હતો.

શહેરમાં સોમવારે ગરમીનો પારો 31.6 ડિગ્રી અને ઠંડીનો પારો 18.4 ડિગ્રી નોંધાયો હતો. નોર્થ-ઈસ્ટ-નોર્થ દિશામાંથી 14 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતાં. જ્યારે સવારે ભેજનું પ્રમાણ 65 ટકા અને સાંજે 33 ટકા નોંધાયું હતું. હવામાન શાસ્ત્રી અંકિત પટેલે જણાવ્યું કે, બંગાળની ખાડીમાં સર્જાયેલું સર્ક્યુલેશન અરેબિયન દરિયામાં પહોંચી ગયું છે.જેને કારણે અરેબિયન સી પરથી આવતા ભેજવાળા પવન અને રાજ્યમાં રહેલા સૂકા પવન એકબીજા સાથે ભળશે. જેના કારણે વડોદરા ઉપરાંત રાજ્યભરમાં 17 થી 20 નવેમ્બર સુધી માવઠાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...