પસંદગી પ્રક્રિયા:કોંગ્રેસનાં પ્રભારી શહેર પ્રમુખ માટે સેન્સ લેશે

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડો.અમી યાજ્ઞિક કાર્યકરોને સાંભળશે

શહેર કોંગ્રેસના પ્રમુખ પદને લઈને અટકળો ચાલી રહી છે ત્યારે વડોદરાના કોંગ્રેસનાં પ્રભારી અને રાજ્યસભાનાં સાંસદ ડો.અમી યાજ્ઞિક બુધવારે વડોદરાના કોંગ્રેસ કાર્યકરોની રજૂઆત સાંભળશે. શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે અગાઉ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે. આ સંજોગોમાં વડોદરાનાં પ્રભારી અને રાજ્યસભાનાં સાંસદ ડો.અમી યાજ્ઞિક બુધવારે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે સવારે 10:30 વાગ્યાથી કોંગી કાર્યકરોની રજૂઆતો સાંભળી પ્રમુખ માટે સેન્સ લે તેવી શક્યતા છે. જો કે કોંગ્રેસમાં ચાલતી જૂથબંધીના પડઘા પણ બેઠકમાં પડે તેવી શક્યતા છે.

આ ઉપરાંત પાલિકામાં કોંગ્રેસનાં નેતા અને અન્ય 6 કોર્પોરેટરો વચ્ચે ચાલતી આંતરિક લડાઈના પડઘા પણ બેઠકમાં પડે અને તેના નિરાકરણ માટે મુદત પૂરી થયા બાદ અન્યને નેતા બનવાની તક આપવાની માગ મૂકવામાં આવે તેવું કોંગી વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ વિધાનસભાના દાવેદારો પણ લોબિંગ માટે સક્રિય બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...