તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેગવંતુ વેક્સિનેશન:શહેરમાં અત્યાર સુધી રસીના 10.48 લાખ ડોઝ મૂકાઇ ગયા, 66 ટકા લક્ષ્યાંક પૂર્ણ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બુધવારે વધુ 7892 લોકોએ વેક્સિન લીધી

બુધવારે શહેરમાં વિવિધ કેન્દ્રો ખાતે યોજાયેલા રસીકરણમાં 7892 લોકોએ કોરોના રસી લીધી હતી. જેના પગલે કુલ લક્ષ્યાંક 15,71,953ની સામે શહેરમાં હવે લોકોને 10,48,602 રસીઓ મૂકાઇ ચૂકી છે. એટલે કે શહેરમાં લક્ષ્યાંકની સરખામણીમાં સૌથી વધુ રસીના ડોઝ 18થી 44 વર્ષના લોકોને અપાયા હતા. આ લોકોને 5373 રસીઓ મૂકવામાં આવી હતી. જ્યારે બીજા ક્રમે 45થી 60 વર્ષની વચ્ચેની વયના 1289 લોકોએ પહેલો ડોઝ લીધો હતો. દિવસ દરમિયાન શહેરમાં માત્ર એક જ હેલ્થકેર વર્કરે પહેલો ડોઝ લીધો હતો.

છેલ્લા એકાદ મહિનાથી રસીકરણની ઝડપમાં વધારો થતાં સરેરાશ રોજના 6થી 7 હજાર રસીઓ મૂકવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લામાં રસીકરણનો આંક 5 લાખને વટાવી ગયો છે. જિલ્લામાં અત્યાર સુધી 5.01 લાખ લોકોને રસીના ડોઝ અપાયા છે. બુધવારે 18 થી 44 વય જૂથના 5317 લોકોને રસી મુકાવી હતી. જિલ્લામાં હાલ 18 થી 44 વયજૂથના રોજ 5 હજાર લોકોને 25 કેન્દ્રોમાં રસી મુકાઈ રહી છે. 18 પ્લસ જૂથના 64332 લોકોએ પહેલો ડોઝ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...