તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • The City Has Seen A Drop In The Number Of Corona Cases Over The Past Two Days, Which Has Reduced The Number Of Ambulances At SSG's Kovid Ward.

પોઝિટિવ સમાચાર:શહેરમાં છેલ્લા બે દિવસથી કોરોનાના કેસોમાં ઘટાડો થતાં SSGના કોવિડ વોર્ડ ખાતે એમ્બ્યુલન્સની અવરજવર ઓછી થઈ ગઈ છે.

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બીજા વેવની રાહત
શહેરમાં હજી 15 દિવસ અગાઉ સુધી કોરોનાની સૌથી મોટી બે હોસ્પિટલો એસએસજી અને ગોત્રીના પરિસરોમાં એમ્બ્યુલન્સની લાઇનો જામતી હતી. હવે આ હોસ્પિટલોના પરિસરોમાં દર્દીઓનો ધસારો ઓછો થયો છે. ટ્રાયેજની બહાર ઓક્સિજન સિલિન્ડરો દ્વારા ઓક્સિજન લેતા દર્દીઓ પણ ભાગ્ચે જ જોવા મળી રહ્યાં છે.

સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં કોવિડ પોઝિટિવ બાળકોના કેસ સામે આવતાં કોવિડ આઇસીયુ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં 26 એપ્રિલથી 2 મે સુધીના અઠવાડિયામાં બાળકોની કોવિડ ઓપીડીમાં 35 દર્દીઓ આવ્યાં હતાં, જેમાંથી 18 બાળકો પોઝિટિવ આવ્યાં હતાં. જ્યારે 3 થી 9મે સુધીમાં 4 બાળકો પોઝિટિવ આવતાં તેમને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં હતાં. પીડિયાટ્રિક વિભાગનાં હેડ ડો. શીલા ઐયરે કહ્યું હતું કે કોવિડ બાળકોની સંખ્યા ઘટી રહી છે, જે રાહતના સમાચાર છે.

1. સપ્તાહ પહેલાં એમ્બ્યુલન્સની લાઈનો લાગતી, હવે સન્નાટો 2. SSGના પીડિયાટ્રિક વોર્ડની OPDમાં બાળદર્દી ઓછાં થયાં

ત્રીજા વેવની તૈયારી
કોરોના તંત્ર દ્વારા મહામારીના થર્ડ વેવની પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કોરોનાના બંને પ્રવાહમાં જ્યાં એક તરફ હૃદયરોગ, કીડની, બાળ રોગ અને મહિલા-માતૃત્વને લગતી સમસ્યાઓ-રોગો તરફ સંપૂર્ણ ધ્યાન આપી શકાયું નથી ત્યારે હવે થર્ડ વેવ આવે તે પહેલા જ કોરોના સિવાયના દર્દીઓ માટે કાયમી સુવિધાઓ ઉભી થાય તે માટેનું આયોજન કરાશે.

કોરોના ઓએસડી ડો. વિનોદ રાવે જણાવ્યું કે, ‘શહેરમાં કેસો હંમેશાં ધીમે ધીમે જ ઘટે છે. તેથી ત્રીજો વેવ આવશે ત્યારે પણ વડોદરામાં બીજો વેવના દર્દીઓ પણ ખાસી સંખ્યામાં હશે જ. તેથી આ સમય ગાળામાં જ નવા સાધનો, નવો કાયમી મેનપાવર, લોજિસ્ટિક મેનેજમેન્ટ, ઓક્સિજન મેનેજમેન્ટ અનિવાર્ય બનશે. આ માટે અમે રાજ્યસરકાર પાસે આર્થિક સહાયની પણ રજૂઆત કરીશું. આગામી 3 દિવસમાં આ અંગેનો માસ્ટર પ્લાન તૈયાર કરાશે.

1. 3 દિવસમાં સરકાર પાસે આર્થિક સહાય માટે રજૂઆત કરાશે ​​​​​​​​​​​​​​2. ઓક્સિજન મેનેજમેન્ટ સહિતનો માસ્ટર પ્લાન તૈયાર થશે

અન્ય સમાચારો પણ છે...