જૂથબંધી:મહારાણા પ્રતાપ જયંતીના ડાયરાની પત્રિકામાં શહેર ભાજપ પ્રમુખને સ્થાન ન અપાયું

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પત્રીકા જેમાં શહેર પ્રમુખનું નામ ન હતું, - Divya Bhaskar
પત્રીકા જેમાં શહેર પ્રમુખનું નામ ન હતું,
  • તત્કાળ બીજી પત્રિકા છપાવીને તેમાં શહેર પ્રમુખના નામનો ઉલ્લેખ કરી દેવામાં આવ્યો

મહારાણા પ્રતાપની જન્મ જયંતીએ િમિત્તે જિલ્લા ભાજપ પ્રભારી અને કાઉન્સિલરે યોજેલા લોકડાયરાની પત્રિકામાં શહેર ભાજપ પ્રમુખના નામને સ્થાન નહીં અપાતા ફરી ભાજપની જુથબંધી છતી થઈ છે. જોકે વિવાદ વકરતા તાત્કાલિક તૈયાર કરાયેલી બીજી પત્રિકાઓમાં શહેર પ્રમુખના નામનો ઉમેરો કરાયો હતો.

મહારાણા પ્રતાપ જન્મ જયંતી નિમિત્તે પહેલા મહેસાણાનગર ગ્રાઉન્ડ ખાતે જિલ્લા ભાજપ પ્રભારી પરાક્રમસિંહ જાડેજાની સંસ્થાએ લોકડાયરાનું આયોજન કર્યું છે. જેની પત્રિકામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, મંત્રી મનીષાબેન વકીલ, સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ તમામ ધારાસભ્યોના નામ છે. જોકે આ પત્રિકામાં શહેર પ્રમુખ ડો. વિજય શાહના નામની બાદબાકી કરાતા ભાજપમાં ચાલતી જુથબંધી સપાટી પર આવી હતી.

પત્રિકા તત્કાળ છપાઇ જેમાં શહેર પ્રમુખનું નામ છે
પત્રિકા તત્કાળ છપાઇ જેમાં શહેર પ્રમુખનું નામ છે

વિધાનસભાની ચૂંટણી પૂર્વે શહેર ભાજપમાં ચાલતી જૂથબંધીનો વધુ એક કિસ્સો સપાટી પર આવતાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. જોકે વિવાદ વકરતા તાત્કાલિક ધોરણે બીજી આમંત્રણ પત્રિકા બનાવવામાં આવી છે. જેમાં શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ અંગે પરાક્રમસિંહ જાડેજાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે બેથી ત્રણ વિવિધ પત્રિકા ટેસ્ટિંગ માટે બનાવી હતી. જેમાંથી એક બધાને મળી છે. જોકે બીજીમાં શહેર પ્રમુખનું નામ છે. આ તરફ શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે જણાવ્યું હતું કે આ કાર્યક્રમનું સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને કાર્યક્રમમાં કોને બોલાવવા અને ન બોલવવા તેનો સંસ્થાને અબાધિત અધિકાર છે.

અન્ય સમાચારો પણ છે...