તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વેચાણ:શહેરમાં વાહનોના વેચાણમાં પણ શક્તિનો સંચાર, પહેલા નોરતે 300 ટૂ વ્હીલર, જ્યારે 100 ફોર વ્હીલરનું વેચાણ

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી અષ્ટમી સુધીમાં વાહનોની ઘરાકી નીકળે તેવી શોરૂમ સંચાલકોને આશા

શનિવારે પ્રથમ નોરતે શહેરમાં 300 ટુ વ્હીલર અને 100 ફોર વ્હીલરની ડિલિવરી નાગરિકોએ લીધી હતી. કોરોના દરમિયાન ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝની ગતિ ધીમી પડી છે ત્યારે નવરાત્રી આ ઈન્ડસ્ટ્રીઝમાં શક્તિ સંચાર કરશે તેમ મનાય છે. શહેરમાં ગરબા થવાના નથી ત્યારે તેની પહેલી અસર વાહનોના વેચાણ પર પડે તેવું જણાય છે. જોકે શોરૂમ ધારકો આગામી અષ્ટમી સુધીમાં વાહનોનું વેચાણ વધશે તેવી આશા સેવી રહ્યા છે. નવરાત્રીમાં ગરબાને પગલે દિવાળી કરતાં પણ વધારે વાહનો વેચાતાં હોય છે ત્યારે પહેલા દિવસે કોરોનાની મંદીને માત આપી 300 ટુ વ્હીલર અને 100 જેટલાં ફોર વ્હીલરની ડિલિવરી લીધી હતી. જે પૈકી 200 ટુ વ્હીલર અને 50 જેટલાં ફોર વ્હીલર આરટીઓમાં રજિસ્ટ્રેશન માટે આવ્યાં હતાં. સામાન્ય સંજોગોમાં પહેલાં નોરતે તેમજ આઠમે વાહનોનું વેચાણ વધુ થતું હોય છે.

ટુ વ્હીલરમાં 20 ટકા જેટલું વેચાણ ઘટશે

ટુ વ્હીલરમાં દર વર્ષ કરતાં 20 ટકા વેચાણ ઘટવાની શક્યતા છે, જેનું મુખ્ય કારણ ગરબા પર પ્રતિબંધ અને લોકડાઉન ખૂલતાંની સાથે લોકલ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવાને બદલે લોકોએ પોતાનાં વાહન વસાવ્યાં છે.- અંકુર ગાંધી, શોરૂમ સંચાલક

શનિવારને લીધે ડિલિવરી લેવાનું ટાળ્યું

દર વખત કરતાં ફોર વ્હીલરના વેચાણમાં ઘટાડો રહેશે, પરંતુ નાના સેગમેન્ટની કારમાં આઠમ સુધી વેચાણ વધશે. પહેલા નોરતે શહેરમાં 50 ફોર વ્હીલર વેચાયાં છે. શનિવારને લીધે કેટલાકે ડિલિવરી લેવાનું ટાળ્યું છે. - ચિરાગ પટેલ, સેલ્સ મેનેજર

ગત નવરાત્રીમાં 4500 વાહનો નોંધાયાં હતાં
ગત નોરતાંમાં વડોદરા આરટીઓમાં 3500 ટુ વ્હીલર અને 1016 ફોર વ્હીલરનું રજિસ્ટ્રેશન થયું હતું. વડોદરા આરટીઓમાં હાલ ટુ વ્હીલર માટે એનસી સિરીઝ અને ફોર વ્હીલર માટે પીડી સિરીઝ ચાલી રહી છે. કોરોનામાં છ મહિનાથી એક જ સિરીઝ ચાલી રહી હતી, જે તાજેતરમાં બદલાઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો