લોકોમાં ભારે રોષ:પાલિકાએ ખાડો ખોદી રેઢો મૂકતાં બાળક પડ્યું, માથે 4 ટાંકા આવ્યા

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખાડામાં પડી જવાના કારણે બાળકને માથાના ભાગે ઇજા પહોંચી હતી અને બાળકને ચાર ટાંકા લેવા પડતાં લોકો રોષે ભરાયા હતા. - Divya Bhaskar
ખાડામાં પડી જવાના કારણે બાળકને માથાના ભાગે ઇજા પહોંચી હતી અને બાળકને ચાર ટાંકા લેવા પડતાં લોકો રોષે ભરાયા હતા.
  • માણેજામાં ગટરના કામ માટે ખાડો ખોદી આડસ મૂકાઇ નહીં
  • સ્થાનિકો લોકોમાં ભારે રોષ, આખરે પાલિકાએ ખાડા પાસે આડસ મૂકી

માણેજામાં રોડ વાઈડનીંગ અને વરસાદી ગટરની કામગીરી માટે ખોદવામાં આવેલા ખાડામાં 8 વર્ષનું બાળક પડી જતા તેને માથામાં ઇજાઓ પહોંચી હતી અને માથાના ભાગે ચાર ટાંકા આવ્યા હતા. વડોદરા મહાનગરપાલિકાના રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા માણેજા ગામમાં ભાથુજી મહારાજના મંદિર નજીક રોડ પર ક્રોસિંગ કરવામાં આવ્યું છે. જેના માટે ખાડા ખોદવામાં આવ્યા છે.

પરંતુ આડસ મુકાઇ ન હતી અને બુધવારે રાતે ખાડામાં બાળક ખાબક્યું હતું. માણેજા ગામમાં રહેતા ગોવિંદભાઈ પાટણવાડીયાનો આઠ વર્ષનો પુત્ર યશ બુધવારે રાત્રે નોટબુક લેવા ગયો હતો ત્યારે ખાડામાં પડતા માથામાં ઇંજા પહોંચી હતી. સ્થાનિક લોકોએ બાળકને બહાર કાઢી હોસ્પિટલ લઈ જતાં તેને માથામાં ચાર ટાંકા આવ્યા હતા. પિતા ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે, ખાડાની આસપાસ આડસ મુકેલી નથી. 4 જગ્યાએ ખુલ્લી કુંડીઓ છે. જોકે બનાવ બાદ સવારે ત્યાં આડસ મુકવામાં આવી છે.

માત્ર 3 ફૂટનો ખાડો છે
રોડના ક્રોસિંગ માટે ખાડો ખોડવામાં આવ્યો છે. જ્યાં ચેમ્બર બનાવવામાં આવી રહ્યા છે. બાળકો રમતા હતા અને તેને વાગ્યું છે. 3 ફુડનો ખાડો છે. - પ્રકાશ બ્રહ્મભટ્ટ, કાર્યપાલક ઈજનેર, રોડ પ્રોજેકટ શાખા.

અન્ય સમાચારો પણ છે...