તિરંગા યાત્રા:2.5 કિલોમીટરની તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી પણ પગપાળા જોડાશે

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તિરંગા યાત્રાનું રિહર્સલ કરાયું, શહેરની સરકારી ઇમારતો પર પણ તિરંગા લગાવાશે
  • રવિવારે પણ પાલિકા કચેરીમાં ધમધમાટ, યાત્રાના રૂટ પર પેચવર્ક-રંગરોગાન કરાયું

શહેરના સોમવારે રાજમાર્ગો પર તિરંગા યાત્રા નીકળશે જેમાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ત્યારે સીએમના એરપોર્ટથી કીર્તિ સ્તંભ સુધીના 6 કિમીના રૂટ અને યાત્રાના 2.3 કિમી રૂટને ચમકાવવા પાલિકાની વિવિધ ટીમોએ 28 કલાક સુધી પેચવર્ક, વૃક્ષોના ટ્રીમિંગ અને રંગ રોગાન કર્યું હતું. 2.5 કિલોમીટરની તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી પણ પગપાળા જોડાશે.

પાલિકા દ્વારા શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ અને મહાનુભવો હાજરી આપશે. સોમવારે સાંજે 5:00 વાગ્યે કીર્તિસ્તંભ સ્થિત પ્રદર્શન મેદાન ખાતેથી તિરંગા યાત્રા નીકળશે. જેના પગલે રવિવારે રજાના દિવસે પણ પાલિકાની કચેરીમાં ધમધમાટ જોવા મળ્યો હતો. શનિવારે બપોરથી વિવિધ ટીમોએ એરપોર્ટથી કીર્તિસ્તંભ સુધીના સીએમના રૂટ અને કીર્તિસ્થંભથી તિરંગા યાત્રાના રૂટ પર પેચવર્ક, વૃક્ષોના ટ્રીમિંગ અને ડિવાઇડરના રંગ રોગાન સહિતની કામગીરી શરૂ કરી હતી.

સવારે મેયર કેયુર રોકડિયા ભાજપના પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ સહિતના હોદ્દેદારોએ પ્રદર્શન મેદાન ખાતે મુલાકાત લીધી હતી અને જરૂરી સૂચનો આપ્યા હતા. ત્યારબાદ સાંજે મેયર, મ્યુ. કમિશનર અને પોલીસ કમિશનર તેમજ જિલ્લા કલેકટરની એક ટીમે તિરંગા યાત્રાની રૂટ પર રિહર્સલ કર્યું હતું. આધારભૂત સૂત્ર મુજબ તિરંગા યાત્રાના આયોજનની જાહેરાત બાદ પાલિકાની વિવિધ ટીમો 28 કલાકથી સતત કામગીરી કરી રહી છે.

જેમાં સીએમના 6 કિમીના રૂટ અને તિરંગા યાત્રાના 2.3 કિલોમીટરના રૂટને ચમકાવવામાં આવી રહ્યો છે. સવારે પ્રદર્શન મેદાન પર ભરાયેલા પાણી અને કીચડને હટાવી ત્યાં રોડ છારું નાખી જમીનને સમતળ કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રાના રૂટ પર રોડની બંને બાજુ તિરંગા કલરના કાપડથી સુશોભિત કરવા તેમજ સરકારી ઇમારતો પર તિરંગા લગાવવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...