શહેરી વિકાસ યોજના:વડોદરા શહેરના આઉટગ્રોથ વિસ્તાર કામો માટે મુખ્યમંત્રીએ રૂ. 25.77 કરોડ ફાળવવાની મંજૂરી આપી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી - Divya Bhaskar
ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી
  • મહાનગરો-નગરોના આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે અત્યાર સુધીમાં રૂ. 587.50 કરોડ ફાળવ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા મહાનગરપાલિકાને આઉટગ્રોથ વિસ્તાર કામો માટે રૂ. 25.77 કરોડ ફાળવવાની મંજૂરી આપી છે. રાજ્યના મહાનગરો અને નગરોના આઉટગ્રોથ વિસ્તારોમાં વિકાસના વિવિધ કામોને તથા નાગરિક સુખાકારીના આંતરમાળખાકીય કામોને વેગ આપવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો માટે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 587.50 કરોડ રૂપિયા ફાળવ્યા છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં વડોદરા મહાનગરપાલિકાના આઉટગ્રોથ વિસ્તારના કામો માટે રૂ. 25.77 કરોડની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. વડોદરા મહાનગરના આઉટગ્રોથ વિસ્તારોમાં ડ્રેનેજ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને પાણીની સુવિધાના મળીને કુલ-66 જેટલા કામો આ ગ્રાંન્ટમાંથી હાથ ધરવામાં આવશે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આઉટગ્રોથ વિસ્તાર માટેની જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમાં 201617થી અત્યાર સુધીમાં રાજ્યની મહાનગરપાલિકાઓ માટે રૂ. 499.92 કરોડ તેમજ નગરપાલિકાઓ માટે રૂ. 87.58 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે.

આઉટગ્રોથ વિસ્તારમાં પાણી, ડ્રેનેજ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, આંતરમાળખાકીય સુવિધા સહિતના વિવિધ 341 કામો મહાનગરપાલિકા આઉટગ્રોથ વિસ્તારમાં તેમજ 775 કામો નગરપાલિકા વિસ્તારમાં મળી સમગ્રતયા 1116 કામો અત્યાર સુધીમાં મંજૂર કરવામાં આવેલા છે.

અન્ય સમાચારો પણ છે...